ETV Bharat / state

Clicking Selfies an offence: ડાંગ પહેલો જિલ્લો કે જ્યાં જો સેલ્ફી લેશો તો નોંધાશે ગુનો - અધિક કલેક્ટરે બહાર પાડ્યું હતું જાહેરનામું

ડાંગ જિલ્લામા ચોમાસામાં ભારે વરસાદ પડતા મોટી નદીઓ, તળાવો, ચેકડેમો, નાળા તેમ જ જિલ્લામાં આવેલા નાના મોટા ધોધ વગેરેમાં માછલા પકડવા, કપડા ધોવા અને ન્હાવા મોટી સંખ્યામાં લોકો જતા હોય છે. ત્યારે આવી પરિસ્થિતિના કારણે જિલ્લા અધિક કલેક્ટરે એક જાહેરનામું (Declaration of Additional Collector) બહાર પાડી એક નિયમ બનાવ્યો છે, જે અંતર્ગત હવે ડાંગ જિલ્લામાં નદી, તળાવ કે ધોધમાં ન્હાવા, કપડા ધોવા, માછલા પકડવા કે જોખમી રીતે સેલ્ફી લેવા અને ફોટોગ્રાફી કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેમની સામે ગુનો નોંધાશે.

Selfie
Selfie
author img

By

Published : Jun 29, 2021, 9:20 AM IST

Updated : Jun 29, 2021, 10:05 AM IST

  • ડાંગમાં ચોમાસાને ધ્યાનમાં રાખી અધિક કલેક્ટરે (Declaration of Additional Collector) બહાર પાડ્યું હતું જાહેરનામું
  • જાહેરનામા અનુસાર, ડાંગમાં નદી, નાળા, તળાવ કે ધોધમાં ન્હાવા પર પ્રતિબંધ મુકાયો
  • આ સાથે જો કોઈ વ્યક્તિ જોખમી સેલ્ફી કે ફોટોગ્રાફી (Selfie or photography) કરશે તો તેની સામે નોંધાશે ગુનો
  • ડાંગ પહેલો એવો જિલ્લો છે કે જ્યાં સેલ્ફી કે ફોટોગ્રાફી (Selfie or photography) લેવા પર ગુનો નોંધાશે

ડાંગઃ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 7 મીમી વરસાદ પડ્યો છે. આ સાથે જ ડાંગમાં ચોમાસા દરમિયાન સ્થિતિ જોખમી બની જાય છે. તેને ધ્યાનમાં રાખી જિલ્લાના અધિક કલેક્ટરે એક જાહેરનામું (Declaration of Additional Collector) બહાર પાડ્યું હતું, જે અંતર્ગત હવે ડાંગ જિલ્લામાં નદી, તળાવ કે ધોધમાં ન્હાવા, કપડા ધોવા, માછલા પકડવા કે જોખમી રીતે સેલ્ફી લેવા અને ફોટોગ્રાફી (Selfie or photography) કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને જો કોઈ આ નિયમનો ભંગ કરશે તો તેમની સામે ગુનો નોંધાશે.

ડાંગમાં ચોમાસાને ધ્યાનમાં રાખી અધિક કલેક્ટરે બહાર પાડ્યું હતું જાહેરનામું

આ પણ વાંચોઃ વડોદરામાં પ્રવાસન સ્થળો પર પ્રતિબંધ છતાં મહીસાગર નદીમાં ન્હાવા ગયેલા 2 યુવકમાંથી 1 યુવક તણાયો, તંત્ર ઉંઘતું ઝડપાયું

પ્રવાસીઓને જોખમી સેલ્ફી લેવા પર પ્રતિબંધ (Prohibition on taking dangerous selfies) અંગે અધિક કલેક્ટરનું જાહેરનામું (Notice of Additional Collector)

ડાંગ જિલ્લામાં આવતા પ્રવાસીઓ ગમે તે સ્થળ પર ઉભા રહીને મોબાઈલમાં ફોટો તેમ જ સેલ્ફી લેવા જાય છે અને વહેતા પાણીના વહેણમાં વહી જઈ મૃત્યુ થવાની ઘણી સંભાવનાઓ છે. આથી આ બધી પ્રવૃતિઓ ઉપર પ્રતિબંધ મુકવો અતિઆવશ્યક જણાતા ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ટી. કે. ડામોર (Additional District Magistrate T. k. Damor) (GAS) દ્વારા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન આ બાબતો ઉપર પ્રતિબંધ મૂકવાનો હુકમ કરવામા આવ્યો છે.

આ પણ વાંચોઃ સરકારે કોરોનાની જાદુઈ દવા પર કેમ લગાવ્યો પ્રતિબંધ ?

નોટિફાઈ એરિયા (Notified Area) સાપુતારામાં નિયમ લાગુ

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારા વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-188 મુજબ શિક્ષાને પાત્ર થશે. ડાંગ જિલ્લાના સાપુતારા ગિરિનગર નોટીફાઈડ એરિયા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના મહેસુલી વિસ્તારમાં લાગુ આ પ્રતિબંધિત હુકમોની સૌને નોંધ લેવા પણ જણાવવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લામાં સરેરાશ 7 મીમી વરસાદ નોંધાયો

ડાંગ જિલ્લાના ડિઝાસ્ટર કન્ટ્રોલ કક્ષ (Dang District Disaster Control Room) તરફથી મળેલી વિગતો અનુસાર, આહવા તાલુકામા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 16 મીમી (મોસમનો કુલ 211 મીમી) વરસાદ નોંધાયો છે. જ્યારે વઘઈ ખાતે 4 મીમી (કુલ 137 મીમી) અને સુબિર તાલુકામા 1 મીમી (કુલ 99 મીમી) વરસાદ નોંધાતા જિલ્લામાં સરેરાશ 7 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

Last Updated : Jun 29, 2021, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.