ETV Bharat / state

ડાંગના ગાઢ જંગલોમાં ઔષધીઓનો ખજાનો, વનવિભાગ લુપ્ત થતા વૃક્ષોનું સંરક્ષણ-સંવર્ધન કરવામાં સફળ - Sahyadri Girimala

ગુજરાત રાજ્યનો એકમાત્ર ભરપૂર કુદરતી વનસંપદા ધરાવતો જિલ્લો એટલે ડાંગ. ગાઢ જંગલો અને ઔષધિય વનસ્પતિઓનો ખજાનો આ ડાંગ જિલ્લાની ઓળખ છે. સહયાદ્રીની ગિરિમાળાઓ સાથે જોડાયેલો ડાંગ જિલ્લો વૃક્ષોની સમૃદ્ધીના કારણે એક અલગ અસ્તિત્વ ધરાવે છે. અહીંનું પારંપારિક લોકજીવન અમૂલ્ય વારસો ધરાવે છે. નૈસર્ગિક સંપત્તિને જાળવી રાખવી આપણા સૌની ફરજ છે.

Dang Forest Department
ડાંગના ગાઢ જંગલોમાં ઔષધીઓનો ખજાનો, વનવિભાગ લુપ્ત થતા વૃક્ષોનું સંરક્ષણ-સંવર્ધન કરવામાં સફળ
author img

By

Published : Jun 16, 2020, 7:24 PM IST

આહવાઃ ગુજરાત રાજ્યનો એકમાત્ર ભરપૂર કુદરતી વનસંપદા ધરાવતો જિલ્લો એટલે ડાંગ. ગાઢ જંગલો અને ઔષધિય વનસ્પતિઓનો ખજાનો આ ડાંગ જિલ્લાની ઓળખ છે. સહયાદ્રીની ગિરિમાળાઓ સાથે જોડાયેલો ડાંગ જિલ્લો વૃક્ષોની સમૃદ્ધીના કારણે એક અલગ અસ્તિત્વ ધરાવે છે. અહીંનું પારંપારિક લોકજીવન અમૂલ્ય વારસો ધરાવે છે. નૈસર્ગિક સંપત્તિને જાળવી રાખવી આપણા સૌની ફરજ છે.

Dang Forest Department
વનવિભાગ લુપ્ત થતા વૃક્ષોનું સંરક્ષણ-સંવર્ધન કરવામાં સફળ

ડાંગના સમૃદ્ધ જંગલોમાં અનેક પ્રકારના વૃક્ષો સચવાયેલા છે. ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ જણાવે છે, લુપ્ત થતા વૃક્ષોમાં ખડસીંગ, મેઢસીંગ, પાટલા, રગતરોહિડા, કડાયો, બીયો, ઝાડભીંડા વગરે ઔષધિય જાતના વૃક્ષો છે. આ ઉપરાંત ઈમારતી અને ઈતરવૃક્ષોનો પણ ઉછેર કરવામાં આવ્યો છે. ઉત્તર ડાંગ વનવિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલી 10 નર્સરીઓમાં લુપ્ત થતી જાતોનું જતન અને સંવર્ધન કરવામાં આવે છે. વનવિભાગના જહેમતભર્યા પ્રયાસ અને સંપૂર્ણ સુરક્ષા સાથે લુપ્ત થતી જાતોના સંવર્ધનમાં આજે સફળતા મળી છે.

Dang Forest Department
ડાંગના ગાઢ જંગલોમાં ઔષધીઓનો ખજાનો

વ્યાસે જણાવ્યું કે, નામશેષ થઇ રહેલા વૃક્ષોના સંવર્ધન માટે વનવિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ વર્ષે કુલ 12 લાખ રોપાઓનું પ્લાન્ટેશન કરાશે અને 3 લાખ રોપાઓ વનમહોત્સવમાં વિતરણ કરવાનું આયોજન છે. જેથી 1300 હેક્ટરમાં વન વિસ્તાર વધે સાથે જાગૃતિ આવે તેમજ આવનારી પેઢીને પણ લાભ થાય. અમારા વનવિભાગની સમગ્ર ટીમને આ સફળતા બદલ ખૂબ ખૂબ અભિનંદન. વન મહોત્સવ દરમિયાન અમે ડાંગ જિલ્લામાં ઔષધિય, ફળાઉ, ઈમારતી તથા ઈતર જેવા વૃક્ષો રોપવાનું આયોજન કર્યું છે.

પરિક્ષેત્ર વન અધિકારી જે.એ. ખોખરે જણાવ્યું હતું કે, અમારા રેંજ વિસ્તારમાં આવેલી નર્સરી ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર ગણના ધરાવે છે. અહીં એક લાખ 14 હજાર વૃક્ષોનું જતન કર્યું છે. જેમાં 12થી 13 જેટલી લુપ્ત થતી જાતોનો પણ સમાવેશ થાય છે. લવચાલી રેંજની કરંજડા નર્સરીમાં 25 હજાર ઔષધિય રોપાઓનો પણ ઉછેર કરાયો છે. જેમાં બીલી, કરમદા, કડાયો, બીયો, મહુડો, ટીમરૂ જેવા વૃક્ષોની જાતો છે. જે ડાંગના ભગતોને ઔષધિય સારવાર માટે અપાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.