ETV Bharat / state

ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ હવે DYSP તરીકે ફરજ બજાવશે, સરકારે કરી નિમણુંક - Athletics Federation of India

ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી બનેલી સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને રાજ્યના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને માહિતી આપી હતી. ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતની દોડ વિરાંગના સરિતા ગાયકવાડને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક આપવામાં આવી છે.

Dang
ડાંગ એક્સપ્રેસ સરિતા ગાયકવાડ હવે DYSP તરીકે ફરજ બજાવશે, સરકારે કરી નિમણુંક
author img

By

Published : Oct 25, 2020, 1:24 PM IST

  • સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે DYSP તરીકે નિમણૂક આપી
  • રાજ્યના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને આપી માહિતી
  • એશિયન ગેમ્સમાં ભારતને અપાવ્યો હતો ગોલ્ડ મેડલ

ગાંધીનગર : ડાંગ એક્સપ્રેસ તરીકે જાણીતી બનેલી સરિતા ગાયકવાડને ગુજરાત સરકારે નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક આપી છે. પ્રદેશ ભાજપ પ્રમુખ અને રાજ્યના મુખ્યપ્રધાને ટ્વિટ કરીને માહિતી આપી હતી. ગુજરાતનું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા ગુજરાતની દોડવિરાંગના સરિતા ગાયકવાડને નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક આપવામાં આવી છે.

ડાંગની દોડ વીરાંગના સરીતાએ ગોલ્ડ મેડલ જીત્યો, એક કરોડનું ઈનામ

ગોલ્ડ મેડલ જીતનાર સરીતા ગાયકવાડને ગુજરાત સરકારે 1 કરોડનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે. સરિતાને સ્થાનિક ધારાસભ્યે એક મહિનાનો પગાર પણ ઈનામમાં આપવાની જાહેરાત કરી છે. ડાંગ જિલ્લાના વડા મથક આહવાના કરાડી આંબા ગામની સરીતા હવે ગુજરાતની ગોલ્ડન ગર્લ બની ગઈ છે. જે થોડા વર્ષ અગાઉ સરીતા ગાયકવાડ પડોશીના કે સંબંધીના ઘરે જઇને ટેલિવિઝન જોતી હતી. તેમજ તેમાં આવતી વિવિધ ઇવેન્ટ જોઇને તેને રમતો રમવાનો શોખ લાગ્યો હતો. જે શોખ આજે દેશને ગોલ્ડ મેડલ અપાવી રહ્યો છે.

ડાંગની સરીતા ગાયકવાડે ગુરુવારે જાકાર્તા ખાતે એશિયન ગેમ્સમાં 4×400 મીટર રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સરીતા ગાયકવાડનું નામ આમ તો ગુજરાતીઓ માટે પણ નવું છે, પણ સમગ્ર દેશમાં આ નામ ગૂંજતુ થઈ ગયું છે. ડાંગ જિલ્લાની આદિવાસી છોકરી પોતાની નૈસર્ગિક પ્રતિભાથી ગુજરાત નહીં પણ ભારતની આશા બની ગઈ છે. કેમ કે, હવે વર્લ્ડ ઇવેન્ટમાં તે ભારત માટે રમતી થઈ ગઈ છે અને દેશને ગોલ્ડ મેડલ અપાવી રહી છે. ડાંગના બે અનમોલ રતન જેવા ખેલાડીઓ સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત અન્‍યો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

ભારતીય મહિલા ટીમે 4×400 રિલેમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. આ ભારતનો 13મો ગોલ્ડ મેડલ છે. ગોલ્ડ મેડલ મેળવનાર ભારતની આ ટીમમાં હિમા દાસ, પુવામ્મા, અને વી કોરોથ અને ગુજરાતના ડાંગની સરિતા ગાયકવાડનો સમાવેશ થતો હતો.

11થી 14 ફેબ્રુઆરી 2018માં ઇન્ડોનેશિયાના જાકાર્તા ખાતે યોજાયેલી એશિયન ઇન્ટરનેશનલ એથ્લેટિક્સ મીટમાં ભારતે 13 ગોલ્ડ મેડલ સહિત કુલ 22 મેડલ જીત્યા અને તેમાં ગુજરાતની આ 23 વર્ષીય એથ્લેટે પણ બે ગોલ્ડ મેડલ જીત્યાં હતાં. જાકાર્તામાં ભારતે ત્રણ મિનિટ 28.72 સેકન્ડમાં અંતર પૂર્ણ કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વ્યક્તિગત 400 મીટર વિઘ્નદોડમાં સરીતા ગાયકવાડે 35 દેશના દોડવીરોને આ કેટેગરીમાં પાછળ છોડી, 59.08 સેકન્ડમાં તેનું લક્ષ હાંસલ કરી સ્વર્ણપદક મેળવ્યો હતો. તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ હતો. જ્યારે તેના તરફથી ભારતને પણ આ પ્રથમ ગોલ્ડ અર્પણ કરાયો હતો. સાથે સાથે સરીતાને આ કક્ષામાં તેનો બેસ્ટ ટાઇમીંગનો રેકોર્ડ પણ નોંધાવા પામ્યો હતો. આ સમયે જે ચિખલી કોલેજમાં બી.એ.નો અભ્યાસ કરી રહી હતી.

એશિયન ગેમ્સ માટે પસંદગી

24 જાન્યુઆરી 2018માં દોડવીર સરીતાની એથ્લેટીક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા 8મી એશિયન ગેમ્સ ટેસ્ટ કોમ્પિટિશન માટે 4+400 મીટર રીલે ઈન ફોરમાં પસંદ થઈ હતી. સરીતાએ પોલેન્ડમાં એશિયન ગેમ્સ માટે તાલીમ મેળવી હતી.

ચેક રિપબ્લિકમાં ગોલ્ડ જીત્યો હતો

25 જૂલાઈ 2018માં સરીતાએ ચેક રિપબ્લિક ખાતે યોજાયેલી ગ્રાં પ્રિ એથ્લેટીકસ કોમ્પીટીશનમાં 400 મીટર વિઘ્નદોડ 57.7 સેકન્ડમાં પૂરી કરીને દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ગ્રાં પ્રિ અથ્લેટીકસ કોમ્પીટીશનમાં સરીતા ગાયકવાડ સાથે 8 દેશના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અહિંથી તે ચેક રિપબ્લિક ખાતે સ્પર્ધામાં ભાગ લેવા ગઈ હતી.

કેરાલામાં મેળવી હતી તાલીમ

  • 2017માં છેલ્લાં છ મહિના માટે તેણે કેરાલામાં એથ્લેટિક્સના આંતરરાષ્ટ્રીય કોચ અજીમોનાં માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી. 2017ના વર્ષમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ સહિત નેશનલ જુનિયર ચેમ્પિયનશિપ સ્તરે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. તેની પસંદગી વર્ષ 2017ની વર્લ્ડ રિલે ચેમ્પિયનશીપ માટે પણ થઈ હતી.
  • 57મી નેશનલ ઇન્‍ટર સ્‍ટેટ સીનિયર એથ્‍લેટિક્‍સ ચેમ્‍પિયનશીપ-2017માં 400 મીટરની દોડની સ્‍પર્ધામાં રાષ્‍ટ્રીય સ્‍તરે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી બ્રોન્‍ઝ મૅડલ મેળવ્‍યો છે.15 થી 18 જુલાઇ દરમિયાન આંધ્રપ્રદેશના ગંટુર ખાતે યોજાયેલી આ ચેમ્‍પિયનશીપમાં સરિતા ગાયકવાડે 57.77 સેકન્‍ડમાં તેની 400 મીટરની દોડ પૂર્ણ કરી હતી.
  • 2018માં ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં પણ તેણે ભાગ લીધો હતો. આસામના ગુવાહાટી ખાતે સંપન્ન થયેલી 58મી નેશનલ ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં પણ ભાગ લીધો હતો.

શરૂઆત કેમ થઈ

કારકિર્દીની શરૃઆત ખો-ખોથી કરી હતી. ઉચી કુદ અને લાંબી કુદમાં તે ભાગ લેતી. પછી રિલે દોડ તેનું લક્ષ્ય બની ગયું હતું. 2012માં ખેલ મહાકૂંભમાં સરીતાએ પાંચ ઇવેન્ટમાં ભાગ લઈને પાંચેય ઇવેન્ટ જીતી લીધી. નેશનલ્સમાં પ્રભાવ પાડયો હતો. જોકે, એક કોચની સલાહ પર તેણે એથ્લેટિક્સ પર ધ્યાન આપવાનું શરુ કર્યું હતું. તેણે ઈન્ટર યુનિવર્સિટી નેશનલ લેવલની ઈવેન્ટમાં ગોલ્ડ સહિત ત્રણ મેડલ્સ જીત્યા હતા. 2017માં તો તે આંધ્ર પ્રદેશમાં નેશનલ ઇન્ટર સ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. જે સરીતા કરાડી આંબાથી આહવા સુધી જઈ શકતી ન હતી તે આંધ્ર પ્રદેશમાં 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીતી લાવી છે. 7 વખત નેશનલ લેવલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું. એક રાજ્યનાં કોચે તેને કહ્યું હતું કે, તું દોડમાં મહેનત કર એમાં તને સારી સફળતા મળશે. ત્યાર બાદ તેણે સ્ટેટ અને નેશનલ લેવલની દોડમાં ભાગ લીધો.

કુટુંબ

સરિતા ગાયકવાડનો જન્મ 1 જૂન, 1994માં થયો હતો. તેની માતાનું નામ રમુબેન અને પિતાનું નામ લક્ષ્મણભાઈ છે. ડાંગ જિલ્લાના મહારાષ્ટ્રની સરહદી ગામ ચીચલી નજીક આવેલ કરાડીઆંબાના શ્રમિક પરીવારની દિકરી સરીતાનો જન્મ ડાંગમાં એક આદિવાસી પરિવારમાં થયો હતો. સરિતા ગાયવાડ અને તેનો પરિવાર એક નાના સાદા ઘરમાં રહે છે અને તેમાં જ તેઓ ખુશ છે. સરિતાના ઘરમાં કોઈ પણ પ્રકારની આધુનિક સુખ-સુવિધાઓ નથી. તેમ છતાં તમામ અડચણો પાર કરીને દુનિયામાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. તે અત્યંત સાદાઈથી પોતાનું ગુજરાન ચલાવે છે. ઘરમાં બેસવા માટે ખૂરશી ન હોવાથી કલેક્ટરે ખૂરશી મોકલી હતી. સરીતાને ડાંગ એક્સપ્રેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. મેડલ, ટ્રોફી અને ઉપલબ્ધીઓના સર્ટીફિકેટથી ઘરનો કબાટ ભરચક છે.

સરિતા જ્યારે પ્રથમ ગોલ્ડ મેડલ લાવી ત્યારે તેના પિતાએ ગુજરાત સરકાર પાસેથી મદદ માંગી હતી, જે હજુ મળી નથી. ગુજરાત માટે પણ ગૌરવની વાત કહેવાય પણ જ્યાંથી સરિતા આવે છે ત્યાં પાણી અને વિજળીના પણ ફાંફા છે. સરિતાના ઘરે તેમજ ગામમાં આજે પણ વીજળી,પાણી તેમજ રસ્તાથી લોકો પીડાઈ રહ્યા છે. આર્થિક અને સામાજિક મદદની જરૂરિયાત હોવાનું કલેક્ટરે કહ્યું હતું. સરીતાના પિતા પાસે બેસવા માટે ખૂરશી ન હોવાથી કલેક્ટરે તુરત જ સરીતાના ઘરે આવતા જતા મહેમાનો, મહાનુભાવો, મુલાકાતીઓને ધ્યાને લઇ બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરી આપી હતી. જ્યારે સરીતા જ્યારે પણ એકેડમીમાંથી આહવા આવે, ત્યારે આહવાથી કરાડીઆંબા સુધી તેના ઘરે જવા માટે સરકારી કારની વ્યવસ્થા કરી આપવાની તૈયારી દર્શાવી હતી. કલેક્ટરે જરૂરિયાતના સમયે આ ખેલાડીને સર્કીટ હાઉસમાં રોકાવા માટેની વ્યવસ્થા ગોઠવવાનું પણ કહ્યું હતું.

સરિતા ગાયકવાડનો પરિવાર કરે છે ખેતી કામ

આહવા નજીક કરાડી આંબા નામનું 45 ઘરમાં 700 લોકોની વસતી ઘરાવતું એક નાનકડું ગામ છે. આખા ગામનો એક જ વ્યવસાય ખેતી અને ખેતમજૂરી છે. આ ખેતમજૂરી કરનારાની દિકરી એટલે સરીતા ગાયકવાડ. આ ગામમાં શિક્ષણ એટલે ધોરણ-4. આવા બેકગ્રાઉન્ડમાં ઉછરેલી સરીતા ગાયકવાડ ઓલિમ્પિક્સમાં મેડલ જીતવાની નહીં પરંતુ તેમાં ભાગ લેવા માટે ક્વોલિફાઈ થવાના સ્વપ્ન નિહાળે અને બહામાસ કે જાકાર્તા જઈને દેશને મેડલ અપાવે તે મહાન સિદ્ધિ છે.

સરીતાના પિતા કે જેઓ એક સામાન્ય શ્રમજીવી તરીકે તેમનું જીવન ગુજારે છે તેમને રહેઠાણ, પાણી, વીજળી, શૌચાલય સહિત સરીતા અને બીજા એક ખએલાડી મુરલીને પણ આહવા ખાતે રહેણાંકના હેતુસર પ્લોટ આપવાની જોગવાઇઓ તપાસી હતી. 2017 માં તે દિશામાં કાર્યવાહી આરંભવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત આ ખેલાડીઓને કોઇ સ્પોન્સરના સહયોગથી વર્ષભરના પ્રોટીન સહિત સ્પોર્ટ્સ કિટ વગેરેની ઉપલબ્ધતા માટે પણ કલેક્ટર બી.કે.કુમારે તેમના હકારાત્મક સહયોગની ખાતરી આપી હતી.

ગાયકવાડે પૂરો કર્યો છે કે બીએ અભ્યાસ

ગાયકવાડ બી.એ.માં નવસારી કોલેજમાં ગ્રેજ્યુએટ થઈ હતી. અમદાવાદ ખાતે ઈન્કમટેક્સ વિભાગમાં અધિકારી તરીકે કામ કરે છે.

એશિયન ગેમમાં અગાઉ શું થયું હતું

એશિયન ગેમ્સમાં એથ્લેટિક્સમાં ભારતે આ વખતની જેમ 1978 અને 2002માં સાત ગોલ્ડ જીત્યા હતા. જોકે, તે વખત એશિયાડ એથ્લેટિક્સમાં ભારતના કુલ 17-17 મેડલ થયા હતા. જ્યારે આ વખતે ભારતના કુલ મેડલ્સ 19 થઈ ગયા છે. ભારતે 1951ના સૌપ્રથમ એશિયાડમાં એથ્લેટિક્સમાં 10 ગોલ્ડ સાથે 31 મેડલ્સ જીત્યા હતા. ઈ.સ.1982ના એશિયાડમાં ભારતે એથ્લેટિક્સમાં 20 મેડલ્સ જીત્યા હતા, પણ તેમાં ગોલ્ડ માત્ર બે જ હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.