- ડાંગ જિલ્લા ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા પૂર્ણ
- ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બન્ને પક્ષને સરખી બેઠકો
- વિધાનસભા પેટા ચૂંટણી બાદ જિલ્લામાં ચૂંટણીનો માહોલ બદલાયો
ડાંગઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થવાની છે. અગાઉ અહીંયા જિલ્લા પંચાયતની 18 બેઠકો પૈકી 9 કોંગ્રેસ અને 9 ભાજપને મળી હતી જોકે હવે કોંગ્રેસના નેતાઓએ પક્ષપલટો કરતાં સમીકરણો બદલાયા છે. જે બાદ જિલ્લા પંચાયતની 18 બેઠકમાંથી અઢી વર્ષ માટે ભાજપનાં હાથમાં સત્તા હાંસલ હતી. જે બાદ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ એકબીજાને ટેકો કરી જિલ્લા પ્રમુખ ફરી ભાજપના ઉમેદવારે બનાવ્યાં હતા.
ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો પસંદગીની પ્રક્રિયા પૂર્ણ
જિલ્લાનાં 3 તાલુકા પંચાયતમાંથી 2 પંચાયત પર કોંગ્રેસ અને 1 તાલુકા પંચાયત પર ભાજપ પર ભાજપનું પ્રભુત્વ જતું જોકે સમય જતા પક્ષ પલટાને લઈને ભાજપે કોંગ્રેસ પાસેથી 1 પંચાયત આંચકી લીધી હતી પરંતુ 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માહોલ બદલાયો છે. હાલ જિલ્લા પંચાયતની 18 અને તાલુકા પંચાયતની 48 બેઠકો માટે કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોએ પોતાના ઉમેદવારો પસંદ કરવાની તૈયારી પૂર્ણ કરી લીધી છે.
સ્થાનિક લોકો દ્વારા સમસ્યાઓનું નિવારણ કરવા માગ
સ્થાનિક લોકોને પોતાને કેવા નેતા જોઈએ છે એ માટે સ્થાનિક પ્રજાએ કેટલીક સમસ્યાને લઈને સવાલ ઉઠાવ્યા છે. જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે વેપારીઓ અને નાના ફેરિયાઓની વર્ષો જૂની સમસ્યા રખડતા ઢોર, ટ્રાફિક અને શાકભાજી સહિત જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને બેસતાં નાના ફેરિયાઓ માટે યોગ્ય માર્કેટની સુવિધા અંગે કોઈએ ધ્યાન આપ્યું નથી.