ETV Bharat / state

કોરોના ઇફેક્ટઃ ડાંગમાં ભગતો સાથે કલેકટરે બેઠક યોજી - ડાંગના ભગતો

ડાંગના જંગલોના વિસ્તારમાં નાના ગામોમાં આવા ભગત લોકો દર્દીઓની સારવારરૂપી સેવાઓ કરી રહ્યા છે. સરકાર દ્વારા કોરોના વાઇરસની ગંભીરતા જોઇને કોઇ જ કસર છોડી નથી, ત્યારે ડાંગ કલેક્ટર એન.કે.ડામોરના અધ્યક્ષતા હેઠળ પ્રાંત અધિકારી કાજલ ગામીતની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન, આહવા ખાતે ડાંગના ભગતો સાથે તાકીદની બેઠક યોજાઇ હતી.

a
ડાંગના ભગતો સાથે કોરોના વાઇરસ અંગે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
author img

By

Published : Mar 20, 2020, 5:46 PM IST

ડાંગઃ કુદરતી વનસંપદાથી ભરપૂર એવો એકમાત્ર ડાંગ જિલ્લો અનેક વિશેષતાઓથી ભરપૂર છે. અહીં વન પ્રદેશમાં અનેક પ્રકારની દુર્લભ ગણાતી વનૌષધિઓ ભરપૂર પ્રમાણમાં છે. અહીં જડીબુટ્ટીથી અસાધ્ય રોગોની સારવાર કરતા અનેક લોકો છે. જેઓ ભગતના નામથી ઓળખાય છે. ડાંગ જિલ્લો ત્રણ બાજુથી મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયેલો છે. હાલમાં જ કોરોના વાઇરસનો કહેર વિશ્વવ્યાપી બની ગયો છે. જેને આવતો અટકાવવા સરકાર્ર દ્વારા આવશ્યક તમામ પગલા લેવામાં આવી રહયાં છે.

a
ડાંગના ભગતો સાથે કોરોના વાઇરસ અંગે કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

ડાંગના જંગલોના વિસ્તારમાં નાના ગામોમાં આવા ભગત લોકો દર્દીઓની સારવારરૂપી સેવાઓ કરી રહયા છે. સરકાર દ્વારા કોરોના વાઇરસની ગંભીરતા જોઇને કોઇ જ કસર છોડી નથી, ત્યારે ડાંગ કલેક્ટર એન.કે.ડામોરની અધ્યક્ષતા હેઠળ પ્રાંત અધિકારીશ કાજલ ગામીતની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન, આહવા ખાતે ડાંગના ભગતો સાથે તાકીદની બેઠક યોજાઇ હતી.

જિલ્લા કલેક્ટર એન.કે.ડામોરે ભગતોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આપની પાસે બહારના કોઇપણ દર્દીઓ સારવાર માટે આવે ત્યારે સાવચેતીના પગલા લેવા માટે શું કરવુ જોઇએ અને શું ન કરવું જોઇએ. આપણાં ગામ-નગરને સ્વચ્છ રાખવા તેમજ ગંદગી ન રહે તેની કાળજી લેવાની છે. શરદી-ખાંસી-તાવના લક્ષણો ધરાવતા દર્દીઓથી સાવધાની રાખવી અત્યંત જરૂરી છે. સેનેટાઈઝરનો હંમેશા ઉપયોગ કરવો. સ્વચ્છતા રાખવી તેમજ આ દર્દીઓની વિગતો પણ રાખવી. આપણાં ડાંગ જિલ્લાને કોરોના વાઇરસથી બચાવવા માટે તમામ ભગતોએ સાવધાની રાખવાની છે. કોઇપણ શંકાસ્પદ દર્દી મળી આવે તો જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવી.

જિલ્લાના મુખ્ય મથક આહવા, સિવિલ હોસ્પિટલ ખાતે સ્પેશિયલ આઈસોલેશન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ પીએચસી/સીએચસી ઉપર આરોગ્ય વિભાગનો સ્ટાફ ખડેપગે સેવા આપી રહયો છે. આધુનિક પધ્ધતિથી સારવાર કરી શકાય તે માટે આરોગ્ય વિભાગ સજ્જ છે. કલેક્ટર ડામોર દ્વારા કોરોના વાઇરસની મહામારી પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ બની તકેદારી રાખવા તમામ ભગતોને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આયુર્વેદ અધિકારી ડૉ.બર્થા પટેલ સહિત ડાંગ જિલ્લાના અંદાજીત 35થી વધુ ભગતો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.