ETV Bharat / state

ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથ મામલે ડાંગ જિલ્લો આજે બંધ - custodial death

નવસારી જિલ્લાનાં ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગના વધઈનાં બે યુવાનોનું શંકાસ્પદ કસ્ડીયલ ડેથ અને પોલીસ કર્મચારીઓ દ્રાર યુવાનો પર અમાનવીય અત્યાચારના વિરોધમાં સોમવારે સમગ્ર ડાંગ જિલ્લામાં બંધનું એલાન કરાયું છે. ડાંગના વધઈ, આહવાનાં વેપારીઓ અને આગેવાનોએ બંધ જાહેર કરી બંધને સમર્થન આપવા લોકોને અપીલ કરી છે. આજે રવિવારે કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ મૃતકના પરિવારની મુલાકાત કરી હતી.

પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને લઈ સોમવારે ડાંગ જિલ્લો બંધ

author img

By

Published : Jul 25, 2021, 10:44 PM IST

Updated : Jul 26, 2021, 11:42 AM IST

  • ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથનો મામલો
  • કોગ્રેસના ત્રણ ધારાસભ્યોએ મૃતક યુવાનના પરિવારજનોની મુલાકાત કરી
  • જિલ્લા વેપારી એસોસિએશને ડાંગ બંધને આપ્યુ સમર્થન

ડાંગઃ ગત તા.21-07-2021ના રોજ ચીખલી પોલીસ સ્ટેશનમાં ડાંગ જિલ્લાના સુનિલ પવાર (દોડીપાડા), રવિ જાધવ(વધઈ)નું ચીખલી પોલીસ સ્ટેશનમાં પંખા સાથે વાયર વડે શંકાસ્પદ હાલતમાં બન્ને યુવાનોની ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહો મળી આવ્યા હતા. જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા તપાસ માટેની ટીમો બનાવી ધટનાની તપાસ ચાલી રહી છે. આ આદિવાસી યુવાનોના શંકાસ્પદ મૃત્યુના તપાસમાં ભીુનુ ન સંકેલાય તથા આદિવાસી યુવાનોને ન્યાય મળે તેમજ તેમના પરિવારજનોને વળતર મળે તે માટે ડાંગ જિલ્લાના નવ યુવાનો, આગેવાનો, વિવિધ રાજકીય પાર્ટી અને વેપારી એસોસિએશન દ્વારા બંધને સમર્થન આપ્યુ છે. જેથી સમગ્ર ડાંગ જિલ્લો સોમવારે બંધ પાળશે.

પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને લઈ સોમવારે ડાંગ જિલ્લો બંધ
પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ ડેથને લઈ સોમવારે ડાંગ જિલ્લો બંધ

કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ મૃતક પરિવારની લીધી મુલાકાત

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે શંકાસ્પદ આરોપીઓના મોતના મામલે કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરવામા આવી છે. કૉંગ્રેસના ત્રણ ધારાસભ્યો દ્વારા આજે બે મૃતકો પૈકીના એક યુવકના પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. આવતીકાલે અપાયેલા ડાંગ બંધના એલાનને પણ ધારાસભ્યો દ્વારા સમર્થન આપવામા આવ્યું હતું.

ધારાસભ્યોએ મૃતકના ઘરે જઈ પરિવાજનોને સાંત્વના આપી મૃતક યુવાનો સુનિલ પવાર અને રવિ જાદવના પરિવારો આ ઘટના અંગે શંકા સેવી રહ્યા છે, સાથે જ તમામ કસૂરવારોને માત્ર સસ્પેન્ડ કરવાથી કામ નહીં ચાલે પણ તેમના વિરુદ્ધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે તેવી માંગ પરિવાર અને આદિવાસી સમાજે કરી છે. ત્યારે આજે વ્યારાના ધારાસભ્ય પુનાજી ગામીત માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સહિત આદિવાસી સમાજના આગેવાનો રવિ જાદવના ઘરે દોડીપાડા ગામ જઈને પરિવારને સાંત્વના આપી હતી અને મૌન પાળી બંન્ને મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી છે.

એટ્રોસિટીની કલમ તથા માનવવધનો ગુનો દાખલ કરવા માંગ

સમગ્ર આદિવાસી સમાજ દ્વારા પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે એક જૂથ થઈને આવતીકાલે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે આ મામલે ધારાસભ્યોએ પણ બંધને સમર્થન આપી તમામ આદિવાસીઓને એકજૂટ થવા હાકલ કરી હતી. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના જણાવ્યાં મુજબ મૃતક યુવાનોને ન્યાય અપાવવા માટે અમે જિલ્લા પોલીસ વડા કચેરી તથા કલેકટર કચેરી આવેદન આપી આવ્યા છે અને આજે અમે પીડિત પરિવારના ઘરે તેમને સાંત્વના આપવા માટે પહોંચ્યા છે અહીં કેટલાક આગેવાનો દ્વારા પીડિત પરિવારને લોભ લાલચ અને ધાક ધમકી આપે છે તેમને અમે જણાવવા માંગીએ છે કે સમગ્ર ગુજરાતના આદિવાસીઓ આ પરિવારની સાથે છે ચીખલી પોલીસે નોંધેલી એફ.આઈ.આર શંકાના દાયરામાં છે તેના પર મને વિશ્વાસ નથી પોલીસે જવાબદારો સામે સસ્પેન્શનની કામગીરી કરી તેમાં અમે ખુશ નથી તેમના વિરુદ્ધ એટ્રોસિટીની કલમ તથા માનવવધનો ગુનો દાખલ થાય તો જ મૃતકોને ન્યાય મળશે.

જિલ્લાના આગેવાનોએ ડાંગ બંધને સમર્થન આપ્યું આહવા ગ્રામ પચાયતનાં સંરપચ હરિરામ સાવંતે પણ ડાંગ બંધને સમર્થન જાહેર કરતા જણાવ્યુ હતુ કે, આહવા નગરનાં તમામ વેપારી બંધુઓ પોતાની દુકાનો સ્વયંભું રીતે બંધ પાળે તેમજ નગરજનોને પણ બંધમાં જોડાવવા અપીલ કરી છે. વધઈ વેપારી એસોસીએશનનાં પ્રમુખ સુભાષ બોરસે, મહામંત્રી રોહિત સુરતી અને પંકજ પટેલે પણ બંધને સમર્થન આપી વધઈની તમામ દુકાનો બંધ રાખવા અપીલ કરી છે. ડાંગ જિલ્લામાં કાર્યરત કોગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી, આમ આદમીનાં પ્રમુખ મનીષ મારકણા, બહુજન સમાજવાદી પાર્ટીનાં પ્રમુખ મહેશ આહિરે અને ભાજપ પાર્ટીનાં પ્રમુખ દશરથ પવારે પણ સોમવાર ડાંગ જિલ્લાનાં બંધનાં અલટીમેટમને સમર્થન આપ્યુ છે.

શું છે સમગ્ર મામલો?

નવસારીના ચીખલી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં ડાંગના વઘઇથી લવાયેલા 2 આરોપીઓએ પોલીસ કસ્ટડીમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાને પગલે સુરત રેન્જના એડીજી, જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આરોપીઓના આત્મહત્યા મુદ્દે તપાસનો ધમધામાટ શરૂ કરવામાં આવ્યો હતો. નવસારીના ચીખલી પોલીસે ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઢોલીપાડા ગામેથી સુનિલ ઉર્ફે લાલુ સુરેશ પવાર (19) અને વઘઇમાં રહેતા રવિ સુરેશ જાધવ (19)ને ચોરીના ગુનામાં શંકાના આધારે લાવી હતી. જેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજા દિવસે પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં સુનિલ અને રવિ બંને વાયરથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતા.

આ મામલે ત્રણ પોલીસ કર્મીઓને કરવામાં આવ્યાં હતા સસ્પેન્ડ

નવસારીના ચીખલી પોલીસ મથકમાં ચોરીના ગુનામાં શંકાના આધારે લાવવામાં આવેલા ડાંગના વઘઇના બે યુવાનોએ ફાંસો ખાઈ આત્મહત્યા (suicide) કરી લેવાના પ્રકરણમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ચીખલી પોલીસના PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા. ઉલ્લેખનિય છે કે આદિવાસી સંગઠને ચીખલી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવી પોલીસ કર્મીઓ સામે કાર્યવાહીની માગ કરી હતી.

PIને બદલીના બે જ કલાક બાદ સસ્પેન્ડ કરાયા

નવસારી જિલ્લાના ચીખલી પોલીસ મથકમાં બુધવારે બે આરોપીઓની આત્મહત્યા બાદ PSI સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. જે બાદ શુક્રવારે PIની પણ પહેલા બદલી કરી તેના બે કલાક બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.

આત્મહત્યા કરનારા બંને યુવાનો સામે નોંધાઈ હતી બાઈક ચોરીની ફરિયાદ

ચીખલી પોલીસ મથકમાં આત્મહત્યા કરનારા ડાંગના બે આદિવાસી યુવાનો સામે ચીખલી પોલીસે બાઈક ચોરીનો ગુનો નોંધી તપાસ PSIને સોંપી હતી. ચીખલીના ધોબીવાડમાં રહેતા અને લોન્દ્રીના વ્યવસાય સાથે સંકળાયેલા નરેશ રાજપૂતની 5 હજાર રૂપિયાની બાઈક, જે બિનઉપયોગી હતી, જે તેમના ઘર આંગણામાંથી ચોરાઈ ગઈ હતી. દરમિયાન ચીખલી પોલીસે ગત 19 જુલાઈના રોજ ડાંગના વઘઇ ખાતે રહેતા રવિ જાધવની અટક કરી હતી અને બીજા દિવસે 20 જુલાઈના રોજ વઘઇથી સુનિલ પવારની પણ અટક કરી હતી. જેમાં 21 જુલાઈની વહેલી સવારે રવિ અને સુનિલ બંને શકમંદોએ ચીખલી પોલીસ મથકના કોમ્પ્યુટર રૂમમાં વાયર વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચોઃ નવસારીના ચીખલી પોલીસ મથકમાં 2 આરોપીઓની શંકાસ્પદ આત્મહત્યા

આ પણ વાંચોઃ Suicide Case: ચીખલી પોલીસ મથકમાં બે શકમંદોએ કરેલી આત્મહત્યા પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ ચીખલીના પોલીસ ઇન્સ્પેક્ટર બદલીના બે કલાકમાં જ સસ્પેન્ડ

આ પણ વાંચોઃ ચીખલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરનારા બંને આદિવાસી યુવાનો સામે નોંધાઈ બાઈક ચોરીની ફરિયાદ

Last Updated : Jul 26, 2021, 11:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.