ETV Bharat / state

ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, સાપુતારા 3 દિવસ પ્રવાસીઓ માટે બંધ

ડાંગ જિલ્લામાં પેટા ચૂંટણીને લઈ અધિક કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સાપુતારા 1 નવેમ્બરેથી 3 નવેમ્બર સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે. આ ઉપરાંત હોટેલ અને ધર્મશાળાઓ પણ બંધ રહેશે.

ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, સાપુતારા 3 દિવસ પ્રવાસી માટે બંધ

author img

By

Published : Nov 1, 2020, 8:22 PM IST

Updated : Nov 1, 2020, 8:58 PM IST

  • સાપુતારાની તમામ હોટલ તેમજ ધર્મશાળા બંધ
  • જાહેરનામાને લઈ સાપુતારા ખાલીખમ
  • રવિવારની રજા હોવા છતાં સાપુતારા ખાલીખમ

ડાંગઃ જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ, ગિરિમથક સાપુતારા 3 દિવસ માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે.

સાપુતારા 3 દિવસ બંધ

પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત વિધાનસભાની 8 બેઠકો માટે 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ પેટા ચૂંટણીને લઈ ડાંગ જિલ્લામાં આવેલા હવા ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત સાપુતારાને 3 દિવસ સુધી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે.

ડાંગ જિલ્લા અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, સાપુતારા 3 દિવસ પ્રવાસી માટે બંધ

પેટા ચૂંટણીને લઈ જાહેરનામું

ડાંગ જિલ્લા અધિક કલેક્ટર ડામોરના જાહેરનામાના પગલે 1 નવેમ્બરથી 3 નવેમ્બર સુધી ગિરિમથક સાપુતારા પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રહેશે. આ જાહેરનામું રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

જાહેરનામાની અસર

અધિક કલેક્ટરના જાહેરનામાં બાદ પ્રવાસીઓથી ભરચર સાપુતારા આજે એટલે કે રવિવારે ખાલીખમ જોવા મળ્યું હતું. રવિવારે અહીં ભારે પ્રમાણમાં પ્રવાસીઓની ભીડ ઉમટી પડતી હોય છે, ત્યારે અધિક કલેક્ટરના જાહેરનામાં બાદ આજે રવિવારના રોજ સાપુતારા ખાલીખમ જોવા મળ્યું હતું.

Last Updated : Nov 1, 2020, 8:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.