- ડાંગ જિલ્લા માટે ફરી સારા સમાચાર, રવિવારે 'કોરોના'નો નવો એક પણ કેસ નહીં
- આજે રવિવારે જિલ્લામાંથી 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
- કુલ એક્ટિવ કેસ 18
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર અત્યાર સુધી જિલ્લામાં કુલ 685 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 667 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે આજની તારીખે 18 કેસો એક્ટિવ છે. એક્ટિવ કેસો પૈકી 1 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં અને 17 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામા આવ્યા છે.
આ પણ વાંચોઃ Dang corona update: 24 કલાકમાં 4 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 પોઝિટિવ કેસ નોંધાયો
જિલ્લામાં 29 કન્ટેનમેન્ટ ઝોન નિયત
કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 347 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 11,037 વ્યક્તિઓના હોમ કવોરેન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામાં આજની તારીખે કુલ 29 કન્ટેઈન્મેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 95 ઘરોને આવરી લઈ 391 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 28 બફર ઝોન (એક્ટિવ)માં 186 ઘરોને સાંકળી લઈ 775 લોકોને કવોરેન્ટાઈન કરવામા આવ્યા છે.
આ પણ વાંચોઃ Dang Corona Update : 6 પોઝિટિવ કેસ નોંધાયા, 1 વ્યક્તિનું મોત
રવિવારે કુલ 183 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો રવિવારે જિલ્લામાંથી 116 RT-PCR અને 67 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 183 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 116 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ 28 મૃત્યુ નોંધાઈ ચુક્યાં છે.