- જિલ્લામાં 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
- નવા 5 કેસ સાથે કુલ કેસ 566, એક્ટિવ કેસ 84
- ડાંગ જિલ્લામાં કુલ 34,492 લોકોને વેક્સિન આપવામાં આવી
ડાંગ: જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કુલ 566 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 480 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે આજની તારીખે 86 કેસ એક્ટિવ છે.
70 દર્દીઓ હોમ કોરેન્ટાઇન
એક્ટિવ કેસ પૈકી 13 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં અને 3 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે તથા 70 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 997 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 9,479 વ્યક્તિઓના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે.
આ પણ વાંચોઃ ડાંગ કોરોના અપડેટ : છેલ્લા 24 કલાકમાં 25 દર્દીઓ સાજા થયા, 9 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં 107 કન્ટેન્મેન્ટ અને બફરઝોન નિયત કરાયા
જિલ્લામાં આજની તારીખે કુલ 107 કન્ટેઈન્મેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમાં 331 ઘરોને આવરી લઈ 1,496 વ્યક્તિઓને કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 107 બફર ઝોન (એક્ટિવ)માં 598 ઘરોને સાંકળી લઈ 2,628 લોકોને કવોરેન્ટાઈન કરવામા આવ્યા છે. ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે શુક્રવારે જિલ્લાભરમાંથી 62 RT-PCR અને 119 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 181 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 62 RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામાં આજદિન સુધી કુલ 47,005 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં કુલ 34,492 લોકોને વેક્સિન આપી દેવામા આવી છે.
જિલ્લામાં આજે 5 દર્દીઓ પોઝિટિવ નોંધાયા
ડાંગ જિલ્લામાં આજે શુક્રોવારે ચીખલદાની 61 વર્ષીય વૃદ્ધા, સરવરનો 24 વર્ષીય યુવાન, શામગહાનનો 45 વર્ષીય પુરુષ, મોટામાંળુગાની 49 વર્ષીય સ્ત્રી અને 59 વર્ષીય પુરૂષનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી.