ETV Bharat / state

ડાંગ જિલ્લા કોરોના અપડેટ: 22 કેસ પોઝિટિવ આવ્યા, 24 દર્દીઓને રજા અપાઈ - ડાંગમાં કોરોનાના એક્ટિવ કેસ

ડાંગ જિલ્લામાં આજે શનિવારે 24 દર્દીઓને રજા અપાઈ છે. નવા 22 કેસ સાથે કુલ આંકડો 511 પર પહોંચ્યો છે, જ્યારે આજે શનિવારે કોરોનાના પગલે વધુ એક વ્યક્તિનું મરણ નોંધાતા કુલ મરણઆંક 21 પર પહોંચ્યો છે.

ડાંગ જિલ્લા કોરોના અપડેટ
ડાંગ જિલ્લા કોરોના અપડેટ
author img

By

Published : May 1, 2021, 6:32 PM IST

  • ડાંગ જિલ્લામાં શનિવારે 22 પોઝિટિવ કેસ નોંધાયા
  • 24 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા
  • કોરોનાના કારણે અત્યાર સુધી 21 લોકોના મોત

ડાંગ:ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર જિલ્લામાં કુલ 511 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 388 દર્દીઓને રજા અપાઈ છે, જ્યારે આજની તારીખે 123 કેસ એક્ટિવ છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં કોરોનાના નવા 19 કેસ નોંધાયા, 12 દર્દીને રજા અપાઈ

જિલ્લામાં કોરોના વાઇરસના 123 એક્ટિવ કેસ

આ એક્ટિવ કેસો પૈકી 15 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 4 દર્દીઓ ડિસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે, 2 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 102 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 1,223 વ્યક્તિઓને હોમ કવોરેન્ટાઈન કરાયા છે, જ્યારે 8,960 વ્યક્તિઓના હોમ કવોરેન્ટાઈન પૂર્ણ થયા છે.

જિલ્લામાં આજે 22 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

આજે શનિવારે પોઝેટિવ કેસોની વિગતો જોઈએ તો આહવા ખાતેની 34, 40, 43, 47, 50 વર્ષીય મહિલા અને 53, 65 વર્ષીય પુરુષો,કાલીબેલ ગામ ખાતેની 14 વર્ષીય કિશોરી, 23 વર્ષીય યુવાન અને 47 વર્ષીય પુરૂષ, માછળી ગામે 21 વર્ષીય યુવાન, 55 વર્ષીય પુરૂષ, 45 વર્ષીય પુરૂષ, ચીંચલી ગામે 34 વર્ષીય મહિલા અને 44 વર્ષીય પુરૂષ ઉપરાંત ખાતળ ગામે 50 વર્ષીય પુરૂષ, મોટી દાબદર ગામે 34 વર્ષીય પુરૂષ, ઘોડી ગામે 32 વર્ષીય યુવાન, ખાંભલા ગામે 42 વર્ષીય મહિલા, વાંઝટઆંબા ગામે 45 વર્ષીય પુરૂષ, ગાઢવી ગામે 45 વર્ષીય પુરૂષ અને જામલાપાડા ગામની 50 વર્ષીય મહિલાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી. ડાંગ જિલ્લામાં આજે શનિવારે કોરોનાના પગલે 50 વર્ષીય પુરૂષનું મૃત્યુ નિપજતાં કુલ મરણઆંક 21 પર પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.