ETV Bharat / state

Dang Corona Update: 'કોરોના'ના કહેરથી મુક્ત, ડાંગમાં એકપણ પોઝિટિવ કેસ નહીં - રસીકરણ રથ

'કોરોના' ની ઘાતક બીજી લહેરનો કહેર અનુભવી ચૂકેલો (Dang) ડાંગ જિલ્લો (Dang Corona Update ) 'કોરોનામુક્ત' થવા જઈ રહ્યો છે, ત્યારે જિલ્લા વહીવટીતંત્રના અસરકારક પ્રયાસો, જનપ્રતિનિધિઓનું જન આંદોલન, અને પ્રજાકીય ઇચ્છાશક્તિથી સંભવિત ત્રીજી લહેરને પ્રવેશતાં પહેલાં જ જાકારો આપવા માટે જિલ્લા વહીવટીતંત્રે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

Dang Corona Update: 'કોરોના'ના કહેરથી મુક્ત, ડાંગમાં એકપણ પોઝિટિવ કેસ નહીં

author img

By

Published : Jun 17, 2021, 3:42 PM IST

  • પ્રભારી રમણલાલ પાટકરે વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યાં
  • સંભવિત ત્રીજી લહેર સામે અસરકારક વ્યૂહરચના ઘડાઈ
  • કોરોનાને પ્રવેશતો રોકવા તંત્ર પ્રતિબદ્ધ
  • પ્રજાજનોને સ્વયં શિસ્ત સાથે સત્વરે 'વેકસીન' લઈ સુરક્ષિત થવાનો અનુરોધ

ડાંગઃ 'જીતશે ગુજરાત, હારશે કોરોના' ના મંત્ર સાથે અધિકારીઓ અને પદાધિકારીઓ ખભેખભા મિલાવીને 'કોરોના' ની સંભવિત ત્રીજી લહેરને રોકવા માટેના અમોધ શસ્ત્ર એવા 'રસીકરણ' માટે ઝુંબેશ આદરી રહ્યા છે. ત્યારે ઠેર ઠેર રસીકરણ (Corona Vaccination) જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી પ્રજાજનોને 'વેકસીન' બાબતે પ્રવર્તતી ગેરમાન્યતાઓ, અંધશ્રદ્ધાઓને તિલાંજલિ આપી, રસી લઈને સુરક્ષિત થવા માટે સમજાવવામાં આવી રહ્યાં છે.

'રસીકરણ રથ' ના માધ્યમથી ગામેગામ જનજાગૃતિનો પ્રયાસ

ડાંગ જિલ્લાને 'કોરોનામુક્ત' (Corona) કરવાની નેમ સાથે પોતાનો ડાંગ જિલ્લાનો કાર્યભાર સંભાળનારા કલેકટર ભાવિન પંડ્યા દ્વારા ડાંગ જિલ્લામા સો ટકા રસીકરણ (Corona Vaccination) થાય તે માટે અધિકારીઓ સહિત સ્થાનિક પદાધિકારીઓ, અગ્રણી/પ્રતિષ્ઠિત નાગરિકો, જુદા જુદા ધર્મ સંપ્રદાયના વડાઓ, સામાજિક/સેવાભાવી સંસ્થાઓ સહિત યુવા સંગઠનો વિગેરેનો સહકાર મેળવી જરૂર પડ્યે 'રસીકરણ રથ' ના માધ્યમથી પણ ગામેગામ જનજાગૃતિ કેળવવાનો પ્રયાસ આદરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતમાં કોવિડ-19 સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લામાં એકપણ કોરોનાનો ( Corona ) પોઝિટિવ કેસ નથી

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં તા.16 /6/2021 ની સ્થિતિએ એક પણ એક્ટિવ કેસ નથી. જિલ્લામાં આ અગાઉ કુલ 689 કેસો નોંધાવા સાથે 28 મૃત્યુ નોંધાઇ ચૂક્યાં છે. 'કોરોના' ની સંભવિત ત્રીજી લહેરના કહેરથી પ્રજાજનોને સુરક્ષિત કરવાના ભાગરૂપે ચાલી રહેલા રસીકરણ કાર્યક્રમ અંતર્ગત તા.16 મી જૂન સુધી 2497 હેલ્થ કેર વર્કર સામે 2114 ને પ્રથમ ડોઝ અને 1830 ને બીજો ડોઝ આપી દેવાયો છે. જયારે 5012 ફ્રન્ટ લાઈન વર્કરોની સામે 4975 પ્રથમ ડોઝ, અને 3200ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. તે જ રીતે 45 + ના 58010 લાભાર્થીઓ પૈકી 29,533 ને પ્રથમ, અને 6043 બીજો ડોઝ, અને 18 + યુવાઓના 116956ના લક્ષ્યાંક સામે 5021ને પ્રથમ ડોઝ આપી દેવાયો છે.

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં માત્ર 2 એક્ટિવ કેસ, તમામ દર્દીઓ હોમ આઇસોલેટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.