- ડાંગ જિલ્લામાં મંગળવારના રોજ 25 દર્દીઓ સાજા થયા
- મંગળવારે કોરોનાનાં 9 નવા દર્દીઓ નોંધાયા
- જિલ્લામાં કોરોનાં વાઇરસનો કુલ આંક 544
ડાંગ : જિલ્લામાં મંગળવારના રોજ વધુ 9 નવા કેસ નોંધાયા છે. આ સાથે 25 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ. ડી. સી. ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 544 કેસ નોંધાઇ ચૂક્યા છે. જે પૈકી 440 દર્દીઓને રજા આપવામાં આવી છે.
આ પણ વાંચો - 'મારુ ગામ કોરોનામુક્ત ગામ' અભિયાનને ડાંગમા વ્યાપક જન સમર્થન
ડાંગમાં હાલ 124 કેસ એક્ટિવ
હાલ 124 કેસ એક્ટિવ રહેવા પામ્યા છે. એક્ટિવ કેસ પૈકી 15 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 2 દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે, 5 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (સેવાધામ) ખાતે અને 82 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.
આ પણ વાંચો - ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ
મંગળ વારે ડાંગ માં 9 નવા દર્દીઓ પોઝિટિવ નોંધાયા
મંગળવારના રોજ નોંધાયેલા પોઝિટિવ કેસની વિગતો જોઈએ તો ગાઢવીનો 65 વર્ષીય વૃદ્ધ, જામલાપાડાનો 48 વર્ષીય પુરુષ, દગુનીયાનો 53 વર્ષીય પુરુષ,ઇસદરનો 54 વર્ષીય પુરુષ, પીમ્પરીની 38 વર્ષીય મહિલા, સાપુતારાનો 42 વર્ષીય પુરૂષ, ધુમખલનો 60 વર્ષીય વૃદ્ધ, ગોટીયામાળનો 21 વર્ષીય યુવાન અને નવા ગામની 32 વર્ષીય યુવતીનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો - ડાંગ જિલ્લા પ્રમુખ મંગળ ગાવીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાની લીધી મુલાકાત