ડાંગ: ડાંગ જિલ્લાના કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરીની અધ્યક્ષતામાં મંગળવારે કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં લોકડાઉનમાં ધંધા ઉદ્યોગો બંધ હોવાના કારણે લોકોની રોજગારી ઠપ્પ થઇ છે. તેથી વિવિધ વેરા, વિજળીનાં બિલો માફ કરવાની માંગ કરી હતી.
ગરીબ અને મધ્યમ વર્ગની આજીવિકા બંધ થઈ જતા જીવન નિર્વાહ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. તેવામાં ગરીબ અને મધ્યમ વર્ગનાં લોકોના પ્રશ્નોને વાચા મળે તે માટે ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા માર્ચ 2020થી જૂન 2020સુધીનું તમામ લોકોનું વીજળીનું બિલ માફ કરવામાં આવે, અનેક જાતનાં ઉઘરાવવામાં આવતા વેરા માફ કરવામાં આવે, ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરવામાં આવે તથા ખેડૂતોનાં કૃષિ ધિરાણ બાબતે વ્યાજ માફ કરવામાં આવે તે અંગે કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલભાઈ ચૌધરીનાં અધ્યક્ષતામાં ડાંગ કલેક્ટર એન.કે.ડામોરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.