ETV Bharat / state

ડાંગ ભાજપે જિલ્લામાં 9 અને તાલુકામાં 44 નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા - ડાંગ ભાજપ

ડાંગ જિલ્લામાં ભાજપ દ્વારા જિલ્લા અને તાલુકાના ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જિલ્લાની કુલ 18 બેઠકમાંથી 9, જ્યારે 3 તાલુકાઓના કુલ 44 નવા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. આ ઉપરાંત હિંદુત્વના મુદ્દાને વળગી રહેનારા BJPએ કુલ 9 ખ્રિસ્તી ઉમેદવારોને ટિકિટ ફાળવી છે.

ડાંગ ભાજપે જિલ્લામાં 9 અને તાલુકામાં 44 નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા

author img

By

Published : Feb 12, 2021, 5:45 PM IST

  • ડાંગ ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરી
  • જિલ્લામાં 9 નવા ચહેરાને સ્થાન
  • જિલ્લા અને તાલુકાના ફક્ત 4 ઉમેદવારો રિપીટ
  • આહવા તાલુકામાં 16 બેઠકો માટે નવા ચહેરાઓને ટિકિટ

ડાંગ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ દ્વારા જિલ્લા અને તાલુકાની તમામ બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કોંગ્રેસના ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસ તરફથી હજુ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી નથી.

પક્ષ પલટો કરનારા 6ને ટિકિટ

2020ના ડિસેમ્બર મહિનામાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ કોંગી નેતાઓ કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે. જેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા 6 ઉમેદવારોને ભાજપે ટિકિટ આપીને માસ્ટર સ્ટ્રોકનો દાવ ખેલ્યો છે. ગુરુવારે કોંગ્રેસના જાહેર થયેલા ઉમેદવારે ભાજપનો ખેસ ધારણ કરી વઘઇ જિલ્લા પંચાયતની બેઠક ઉપર દાવેદારી કરતાં કોંગ્રેસમાં સન્નાટો વ્યાપી ગયો છે. આ ઉપરાંત જિલ્લામાં 9 નવા ચહેરાઓ તેમજ 3 ઉમેદવારોને રિપીટ કર્યા છે.

ડાંગ ભાજપે જિલ્લામાં 9 અને તાલુકામાં 44 નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા

ડાંગના ત્રણેય તાલુકાઓમાં તમામ નવા ચહેરાઓને ટિકિટ

ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબિર તાલુકામાં એક -બે ઉમેદવારોની બાદબાકી કરતાં તમામ નવા ચહેરાઓને મેદાનમાં ઉતર્યા છે. આહવા તાલુકાની તમામ બેઠકો ઉપર નવા ચહેરાઓ છે, જ્યારે વઘઇ અને સુબિરમાં 14 નવા ચહેરાઓ છે. વઘઇમાં 1 ઉમેદવારને રિપીટ કર્યા છે, જ્યારે સુબિર અને વધઈમાં કુલ 3 ઉમેદવારો પક્ષપલટો કરીને ભાજપમાં આવ્યા છે.

માજી જિલ્લા પ્રમુખને રિપીટ કરતાં કાર્યકર્તાઓમાં નારાજગી

ડાંગ જિલ્લાની ડોન બેઠક ઉપર ગત મોડી રાત્રીએ માજી જિલ્લા પ્રમુખને ટિકિટની જાહેરાત કરતાં ભાજપના કાર્યકર્તાઓમાં નારાજગી વ્યાપી છે. ડોન જિલ્લા અને તાલુકાના 2 દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે, આ વાતની જાણ પાર્ટી પ્રમુખને થતાં તેમણે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.