ETV Bharat / state

આહવા ખાતે સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ

ડાંગઃ જિલ્લાના આહવા ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમાં ગુરુવારે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક ડાંગ કલેકટર એન.કે.ડામોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા અને પોલીસ અધિક્ષક શ્વેતા શ્રીમાળીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.

આહવા ખાતે સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ
author img

By

Published : Jul 26, 2019, 1:20 AM IST

ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લોકભાગ્ય કામગીરીની તાકીદ કરતા કલેકટર એન.કે.ડામોરે જણાવ્યું હતું કે, "માર્ગ અકસ્માત અને વીજકરંટથી થતા અપમૃત્યુ બાબતે સાવધ બની અમલીકરણ અધિકારીઓએ જવાબદારી પૂર્વક કામગીરી કરવાની છે. બે જવાબદારી ચલાવી લેવામાં આવશે નહીં". અહીં અંતરિયાળ વિસ્તારના લોકોને સરકારની યોજનાઓનો લાભ આપી વિકાસની રાહમાં જોડવા અનુરોધ કર્યો હતો.

DNG
આહવા ખાતે સંકલન સમિતિ અને ફરિયાદ નિવારણ બેઠક યોજાઈ

તુમાર નિકાલની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાને કલેકટર ડામોરે અભિનંદન આપ્યા હતા. સરકારી કામગીરી કરનાર કોઇપણ અધિકારી કે કર્મચારી સામે રૂકાવટ કરનાર સામે કડક પગલા લેવા જિલ્લા પોલીસ વડા શ્વેતા શ્રીમાળીને કલેકટર ડામોરે જણાવ્યું હતું.

ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષક અગ્નૈશ્વર વ્યાસે જણાવ્યું હતું કે "એફ.આર.સી. હેઠળ વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળા, આંગણવાડી, DGVCL અને BSNLજેવી કચેરીઓને માંગણી અનુસાર જમીન ફાળવવામાં આવી છે તે કચેરીઓ દ્વારા ઓછામાં ઓછા એક વર્ષમાં કામગીરી શરૂ કરવાની હોય છે. નહીં તો જમીન પરત લઇ લેવામાં આવશે".

સંકલન સમિતિની આ બેઠકમાં સરકારી લ્હેણાની વસુલાત, બાકી તુમાર, નાગરિક અધિકાર, સ્વચ્છ ભારત મિશન, બાકી પેન્શન કેસો, નાની બચતની ચર્ચા કરવામાં આવી હતી. સરકારી લ્હેણાની વસુલાતમાં જમીન મહેસુલના 5 લાખ,પોલીસ વિભાગ દ્વારા 42 લાખ, મદદનીશ જિલ્લા રજીસ્ટાર રૂ.14300, RTOદ્વારા રૂ.73000 ની વસુલાત કરવામાં આવી હતી.

આ બેઠકમાં નિવાસી નાયબ કલેકટર ટી.કે.ડામોર, પ્રાંત અધિકારી કાજલ ગામીત, નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જે.ડી.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.ડી.અસારી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, શિક્ષણાધિકારી એમ.બી.ભુસારા, મામલતદાર, આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી આર.બી. ચૌધરી સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Intro:ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા સેવા સદનના સભાખંડમાં આજરોજ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ બેઠક ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયા અને પોલીસ અધિક્ષકશ્રી શ્વેતા શ્રીમાળી ની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.Body:
ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને અનુરૂપ હકારાત્મક અભિગમ અપનાવી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને લોકભોગ્ય કામગીરીની તાકીદ કરતા કલેકટરશ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે માર્ગ અકસ્માત અને વીજકરંટથી થતા અપમૃત્યુ બાબતે સાવધ બની અમલીકરણ અધિકારીઓએ જવાબદારી પૂર્વક કામગીરી કરવાની છે નિષ્કાળજી સ્હેજ પણ ચલાવી લેવાશે નહીં. અહીં અંતરિયાળ વિસ્તારના લોકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ આપી વિકાસની રાહમાં જોડવા અનુરોધ કર્યો હતો.
જુન અંતિત સુધીના તુમાર નિકાલની શ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાને કલેકટરશ્રી ડામોરે અભિનંદન આપ્યા હતા. સરકારી કામગીરી કરનાર કોઇપણ અધિકારી/કર્મચારી સામે રૂકાવટ કરનાર સામે કડક પગલા લેવા જિલ્લા પોલીસ વડા શ્રી શ્વેતા શ્રીમાળી ને કલેકટરશ્રી ડામોરે જણાવ્યું હતું.
ઉત્તર ડાંગ નાયબ વન સંરક્ષકશ્રી અગ્નૈશ્વર વ્યાસે જણાવ્યું હતું કે એફ.આર.સી.હેઠળ વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળા,આંગણવાડી,દ.ગુ.વી.કું. અને બી.એસ.એન.એલ. જેવી કચેરીઓને માંગણી અનુસાર જમીન ફાળવવામાં આવી છે તે કચેરીઓ દ્વારા ઓછામાં ઓછા એક વર્ષમાં કામગીરી શરૂ કરવાની હોય છે. નહીં તો જમીન પરત લઇ લેવામાં આવશે.
સંકલન સમિતિની આ બેઠકમાં સરકારી લ્હેણાની વસુલાત,બાકી તુમાર,નાગરિક અધિકાર,સ્વચ્છ ભારત મિશન,બાકી પેન્શન કેસો, નાની બચત ની ચર્ચા કરવામાં આવી હતી.સરકારી લ્હેણાની વસુલાતમાં જમીન મહેસુલના ૫ લાખ,પોલીસ વિભાગ દ્વારા ૪૨ લાખ,મદદનીશ જિલ્લા રજીસ્ટાર-રૂા.૧૪૩૦૦, આર.ટી.ઓ. દ્વારા રૂા.૭૩૦૦૦ વસુલાત કરવામાં આવી હતી.Conclusion:
આ બેઠકમાં નિવાસી નાયબ કલેકટરશ્રી ટી.કે.ડામોર,પ્રાંત અધિકારીશ્રી કાજલ ગામીત,નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જે.ડી.પટેલ,નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.ડી.અસારી,માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી જે.કે.પટેલ, શિક્ષણાધિકારીશ્રી એમ.બી.ભુસારા,મામલતદારશ્રીઓ,આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.બી. ચૌધરી સહિત તમામ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.