ડાંગ: ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત સરહદીય વિસ્તારમાં આવેલા ગામડાઓમાં અમુક ઠેકાણે ઝરમરીયો તો અમુક ઠેકાણે મધ્યમ વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં જૂન મહિનાના પ્રારંભની સાથે વરસાદે ધબધબાટી બોલાવતા સર્વત્ર નીર જોવા મળવાની સાથે ચોમાસાની ઋતુનો વિધિવત રીતે પ્રારંભ થયો હતો. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં વિધિવત રીતે વરસાદ વરસ્યા બાદ વિરામ લેતા જનજીવન ચિંતાતુર બન્યુ હતુ. તેવામાં સોમવારે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,માલેગામ,ગોટીયામાળ,ગુંદિયા,સોનુનીયા,હુંબાપાડા,માળુંગા, માનમોડી,મુરંબી,બારીપાડા સહિત સરહદીય ગામડાઓમાં કોઈક ઠેકાણે ઝરમરીયો વરસાદ તો કોઈક ઠેકાણે મધ્યમ વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં વઘઇ પંથકના રંભાસ પંથકમાં પણ ઝરમરીયો વરસાદ પડતા ગામડાઓનું વાતાવરણ આહલાદક બનવાની સાથે બેવડાયુ હતું