નિવાસી અધિક કલેકટર ટી.કે. ડામોરે જણાવ્યું હતું કે, બંધારણ સભામાં 26 નવેમ્બર,1949ના રોજ બંધારણ અપનાવી તેને અધિનિયમિત કરવામાં આવ્યું છે. ભારતના બંધારણના આમુખ મુજબ ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક દેશ તરીકે સંસ્થાપિત કરે તથા સર્વ નાગરિકોને સામાજીક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય અને સર્વમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ઉપસ્થિત સૌ અધિકારીઓએ સંકલ્પ કર્યો હતો.
બંધારણ દિવસની જિલ્લા પંચાયત ડાંગમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. પંચાયતની તમામ શાખાઓમાં અધિકારીઓ તેમજ કર્મચારીઓએ બંધારણ દિવસના શપથ લીધા હતાં.
પંચાયત સિંચાઈ કાર્યપાલક ઈજનેર બી.બી.પટેલ, બી.જે.ગાઈન, ખેતીવાડી અધિકારી સુનિલ પટેલ, આંકડા અધિકારી એ.સી.પટેલ, આરોગ્ય વહીવટી અધિકારી એચ.આર.દેશમુખ, ડીઆર.ડી.એ., ડિઝાસ્ટર મામલતદાર જયેશભાઇ પટેલ,પ્રતિકભાઇ પટેલ, ચૂંટણી મામલતદાર મહેશભાઇ પટેલ સહિત તમામ મહેસુલી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.