ETV Bharat / state

આહવામાં રસ્તાના કામમાં ગેરરીતિ, ઉપસરપંચની લેખિતમાં ફરિયાદ - ahava latest news

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ આહવા ગ્રામ પંચાયતનાં સરપંચે આહવા નગરનાં જવાહર કોલોનીનાં સીસી માર્ગનાં કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આરોપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરિયાદ કરી તપાસની માગણી કરી હતી.

ડાંગ
ડાંગ
author img

By

Published : Feb 5, 2020, 7:57 AM IST

ડાંગ/આહવાઃ પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ આહવા ગ્રામ પંચાયતનાં સરપંચે સીસી માર્ગનાં કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરતા હોવાની જાણ થતા, આ ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ હરીરામભાઈ સાવંતે ડાંગ કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં અરજી કરી તપાસની માગણી કરી હતી.

આહવામાં માર્ગના કામમાં ગેરરીતિ પર ઉપસરપંચની લેખિતમાં ફરિયાદ

આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા જવાહર કોલોનીમાં સ્ટેટ બેંકની પાછળનાં ભાગે વિવેકાધીન જોગવાઈ યોજના હેઠળ અંદાજીત 4 લાખનાં માતબર રકમનો સીસી માર્ગનું કામ શરુ કર્યુ છે, જે માર્ગનાં કામમાં કોન્ટ્રાક્ટર અને સરપંચનાં મિલીભગતમાં નબળી કક્ષાનું માટીયુક્ત ભાટુ, નહીંવત સ્ટીલ, ઓછી જાડાયનું કોન્ક્રીટ તેમજ આરસીસી કોંક્રિટ 150 મુજબ કોંક્રિંટની જાડાઈ 75 એમ.એમની બદલે 50 એમ.એમથી ઓછીની જાડાઈ વાળો, આવી સામગ્રીનો ઉપયોગ કરી સીસી માર્ગ બનાવી વ્યાપક ગેરરીતિ આચરતા ખુદ ગ્રામ પંચાયતનાં સભ્યોએ સ્થળ પર દોડી જઇ એસ્ટીમેંટ મુજબ કામગીરી કરવાનાં સૂચનો કર્યા હતાં.

Intro:ડાંગ જિલ્લાનાં આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા આહવા નગરનાં જવાહર કોલોનીનાં સીસી માર્ગનાં કામગીરીમાં નકરી વેઠ જ ઉતારતા ખુદ આ ગ્રામ પંચાયતનાં ઉપસરપંચે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં ફરીયાદ કરી તપાસની માંગણી કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.Body:પ્રાપ્ત વિગતો અનુસાર આહવા તાલુકા પંચાયતમાં સમાવિષ્ટ આહવા ગ્રામ પંચાયતનાં સરપંચે વિકાસકીય કામોમાં ભારે ગેરરીતિઓ આચરતા ખુદ ગ્રામ પંચાયતનાં સભ્યો જ હાલમાં તોબા તોબા પોકારી રહયા છે. આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા હાલમાં જ આહવા નગરનાં જવાહર કોલોનીમાં સ્ટેટ બેંકની પાછળનાં ભાગે વિવેકાધીન જોગવાઈ યોજના હેઠળ અંદાજીત 4 લાખનાં માતબર રકમનો સીસી માર્ગનું કામ ચાલુ કરેલ છે. જે માર્ગનાં કામમાં કોન્ટ્રાક્ટર અને સરપંચનાં મિલીભગતમાં નિમ્નકક્ષાનું માટીયુક્ત ભાટુ,નહીવત સ્ટીલ,ઓછી જાડાયનું કોન્ક્રીટ,તેમજ આરસીસી કોન્ક્રીટ 150 મુજબ કોન્ક્રીટની જાડાઈ 75 એમ.એમ.ને બદલે 50 એમએમથી ઓછીની જાડાઈ વાળો સીસી માર્ગ બનાવી વ્યાપક ગેરરીતિઓ જ આચરતા ખુદ ગ્રામ પંચાયતનાં સભ્યોએ સ્થળ ઉપર દોડી જઇ એસ્ટીમેંટ મુજબ કામગીરી કરવાનાં સૂચનો કર્યા હતા.Conclusion:જવાહર કોલોનીનાં સીસી માર્ગની કામગીરીમાં સરપંચ દ્વારા મોટો ભ્રષ્ટાચાર જ આચરતા ગતરોજ ખુદ આહવા ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ હરિરામભાઈ સાવંતે ડાંગ કલેક્ટર સહીત ઉચ્ચ કક્ષાએ લેખિતમાં અરજ ગુજારી આ કામનાં તપાસની માંગણી કરતા ગ્રામ પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.