ETV Bharat / state

ડાંગના ઝાવડાંમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ફરિયાદ - ડાંગના ઝાવડાંમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ફરિયાદ

ડાંગ જિલ્લાના ઝાવડા ગામે સસ્તા અનાજની દુકાન સંચાલક કાર્ડ ધારકોને ઓછું અનાજ આપતા હોવાની ગામના યુવાનોએ મામલતદારને રજૂઆત કરી હતી. જેના પગલે પુરવઠા અધિકારી અને વઘઇ મામલતદારે કાર્યવાહી કરતા ગામ જનોના નિવેદન લીધા હતા.

ડાંગના ઝાવડાંમાં સસ્તા અનાજની દુકાનના સંચાલક સામે ફરિયાદ

author img

By

Published : Jun 19, 2021, 10:09 AM IST

  • ઝવડાના સસ્તા અનાજની દુકાન સંચાલક સામે ફરિયાદ
  • ગામના યુવાનો દ્વારા વીડિયો સાથે લેખિત ફરિયાદ કરી
  • વઘઇ મામલતદારે તપાસ હાથ ધરી

ડાંગ: વઘઇ તાલુકાના ઝાવડા ગામે સસ્તા અનાજની દુકાન સંચાલક દ્વારા સરકારે ગરીબ આદિવાસી લાભાર્થી ઓને નિર્ધારિત કરેલા અનાજ કરતા ઓછા પ્રમાણમાં અનાજ આપતા હોવાની ફરિયાદ સાથે ગામના યુવાનોએ દુકાન સંચાલકનો વીડિયો બનાવી વઘઇ મામલતદારને ફરિયાદ કરી હતી. ગ્રામજનોની ફરિયાદને આધારે મામલતદાર અને તેમની ટીમે ગામમાં જઈને લોકોના નિવેદન લીધા હતા.

સસ્તા અનાજની દુકાન સંચાલક ઉપર ગ્રામજનોએ ફરિયાદ દાખલ કરી

ડાંગ પુરવઠા અધિકારી પણ સ્થળ ઉપર જઈ દુકાનમાં છેલ્લા એક માસનું સ્ટોક રજીસ્ટર ચેક કરી કાર્યવાહી કરી હતી. તેમજ ફરિયાદ કરનારા યુવાન તેમજ ગામના ગરીબ લાભાર્થી એવા કાર્ડ ધારકોના જવાબ લેવાનું ચાલુ કર્યું. ગ્રામજનોની જણાવ્યા મુજબ કોરોના કાળમાં સરકારે મફતમાં અનાજ આપવાનું શરૂ કર્યું છે. ત્યાં ગરીબ આદિવાસીને ફાળવેલા અનાજ કરતાં ઓછું અનાજ આપી દુકાન સંચાલકો ગરીબના હક્કનું અનાજ બારોબાર વેચી નાખે છે.

આ પણ વાંચો: નવાગામ ઘેડમાં સસ્તા અનાજની દુકાના સડેલું અનાજ, કોર્પોરેટર અનાજ સાથે પુરવઠા કચેરીએ પહોંચ્યા

પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

સ્થળ પર આવેલા અધિકારીએ ઝાવડા સહિત અન્ય ગામના લાભાર્થીઓને પણ નિવેદન લઈને આ મામલે યોગ્ય તપાસ કરીને સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું. જો આ મામલે સંચાલક દ્વારા ગેરરીતિ થઈ હોવાનું બહાર આવશે તો તેનો પરવાનો રદ કરવાની તૈયારી બતાવી હતી.

આ પણ વાંચો: જામનગરમાં સસ્તા અનાજની દુકાન પર રાશન વિતરણ કરી શકે છે કોરોના બ્લાસ્ટ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.