ETV Bharat / state

ડાંગમાં કોમોર્બિટ 1528 નાગરિકોને રસી આપવામાં આવી - dang corona cases

મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના પાત્રતા ધરાવતા પ્રજાજનોને "કોરોના" સામેની લડાઈ માટે વેકસીન લેવાનો અનુરોધ જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.

ડાંગ
ડાંગ
author img

By

Published : Mar 19, 2021, 10:06 PM IST

  • જિલ્લા વિકાસ અધિકારીએ કોરોનાં વેકશીન લીધી
  • ડાંગમાં પ્રાથમિક આરોગ્ય કેદ્ર ઉપર રસીકરણનું કાર્ય ચાલું
  • 60 વર્ષથી વધુ વયના 1900 નાગરિકોએ લીધી રસી

ડાંગ: રાજ્યની નિર્ણાયક સરકાર કોવિડ મહામારી સામે મક્કમ લડાઈ લડી શકાય તે માટે ખુબ જ આયોજનપૂર્વક "રસીકરણ અભિયાન" પાર પાડી રહી છે. તેમ છતા સાંપ્રત સમયમા ગુજરાતના કેટલાક મોટા શહેરો અને નગરો સહીત ગ્રામ્ય વિસ્તારોમા પણ "કોરોના" ના નવા કેસો સામે આવ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારીએ કોરોનાં વેકશીન લીધી

આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામા પણ વ્યાપક રસીકરણ અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયુ છે. જેના ભાગ રૂપે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા સહીત નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.બી.ચૌધરી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીના કર્મચારીઓએ પણ કોવીક્સીનના બંને ડોઝ લઈને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. આ ઉચ્ચાધિકારીઓએ આહવાની સિવિલ હોસ્પીટલના સિસ્ટર કલ્પનાબેન રજવાડે પાસે બંને રસી લીધી છે. જેમને આ બંને રસીઓ બાદ કોઈ પણ પ્રકારની આડઅસર થઈ નથી.

આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં હેલ્થ કેર વર્કર્સ તથા ફ્રન્ટલાઈન વર્કર્સને કોરોનાની રસી આપવામાં આવી

ડાંગનાં લોકોને રસીકરણમાં સહયોગ આપવા જિલ્લા વિકાસ અધિકારીની અપીલ

રાષ્ટ્રભરમા રસીકરણની કામગીરીમા ગુજરાત રાજ્ય અગ્રીમ હરોળમા છે. ત્યારે ડાંગ જિલ્લો કે જે સદનસીબે "કોરોના"ના કાળા કહેરથી અત્યાર સુધી સલામત રહ્યો છે. તેવા સમયે આ બાબતે જરા પણ લાપરવાહી ચલાવી શકાય તેમ નથી. આ સંજોગોમા પાડોશી મહારાષ્ટ્ર રાજ્યમા વણસી રહેલી પરિસ્થિતિ જોતા ડાંગના પ્રજાજનો પણ સત્વરે રસીકરણના કાર્યમા જોડાઈને, આ લડાઈમા સહભાગી થાય તે જરૂરી છે, તેમ જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યુ છે.

હાલમાં કોમોર્બિટ લોકોનું રસીકરણ હાથ ધરાયું

ડાંગ જિલ્લામા અસરકારક રીતે ચાલી રહેલા રસીકરણ અભિયાનની વિગતો આપતા જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહે જણાવ્યુ હતુ કે, પહેલા તબક્કે ફ્રન્ટ લાઈનર કોરોના વોરીયર્સના રસીકરણ બાદ, જિલ્લામા બીજા તબક્કામા 60 વર્ષથી વધુની વયના નાગરિકો સહીત, અન્ય કાયમી બીમારીઓથી ગ્રસ્ત એવા કોમોર્બિટ લોકોનુ રસીકરણ હાથ ધરાયુ છે.

આ પણ વાંચો: વેક્સિનેશનના પ્રથમ તબક્કાના બીજા દિવસે સુરતના હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી

પ્રાથમિક આરોગ્ય કેદ્ર ઉપર રસીકરણનું કાર્ય ચાલું

જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહીત સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઘનિષ્ઠ રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. જિલ્લામા 60 વર્ષથી વધુ વયના અંદાજીત 1900 નાગરિકો તથા કોમોર્બિટ કંડીશન ધરાવતા 980 જેટલા અંદાજીત નાગરિકો નોંધવામા આવ્યા છે. જે પૈકી 60 વર્ષથી વધુ વયના 1900 ઉપરાંત, કોમોર્બિટ 1528 નાગરિકોને રસી આપી દેવામા આવી છે, તેમ પણ શાહે વધુમા જણાવ્યુ હતું. સરહદી ડાંગ જિલ્લામા "કોરોના"ને આગળ વધતો અટકાવવા માટે સૌ પ્રજાજનોને "કોવિડ-19"ની માર્ગદર્શક સૂચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવા સાથે, બિનજરૂરી ઘર બહાર નહિ નીકળવાની પણ આ ઉચ્ચાધિકારીઓએ અપીલ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.