ડાંગ: ગુજરાતના રાજ્યપાલની ડાંગ જિલ્લાની સંભવિત મુલાકાત સંદર્ભે કામગીરીની સમીક્ષા કરવા જિલ્લા કલેકટર એન. કે. ડામોરે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા છે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકને સંબોધતા કલેકટર ડામોરે રાજ્યના ટ્રાયબલ વિસ્તારની રાજ્યપાલની મુલાકાત અન્વયે હાથ ધરવાની થતી કામગીરી અંગે માર્ગદર્શન આપતા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરી તેની વિગતો મોકલી આપવા સુચના આપી હતી.
![રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ડાંગ જિલ્લાની મુલાકાત પહેલા કલેકટરે યોજી બેઠક](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05:25:42:1598356542_gj-dang-02-meeting-vis-gj10029_25082020170752_2508f_1598355472_980.jpeg)
કલેકટરે ખાસ કરીને ખેતી, પશુપાલન, બાગાયત, પાણી પુરવઠા, વન વિભાગ, આદિજાતિ વિભાગ જેવા મહત્વના વિભાગોને તેમના દ્વારા અમલી વિવિધ યોજનાઓ અંગેની વિગતવાર માહિતી તૈયાર કરવાની સુચના આપી હતી.
આ કાર્યક્રમ સ્થળ સહિત વિવિધ મુલાકાતો વેળા કોવિડ 19ના ધારાધોરણની જાળવણી સાથે મુલાકાતીઓ, લાભાર્થીઓના પ્રવેશ પાસ સહિતના મુદ્દે સુક્ષ્મ માર્ગદર્શન આપતા કલેકટર એન. કે. ડામોરે રાજ્યપાલના નિયત પ્રોટોકોલ અનુસાર હાથ ધરવાની કામગીરી પરસ્પર સંકલન સાથે હાથ ધરવાની પણ સુચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ અને દિનેશ રબારીએ પણ જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
આ બેઠકની કાર્યવાહી સંભાળતા નિવાસી અધિક કલેકટર ટી. કે. ડામોરે પૂરક વિગતો રજૂ કરી હતી. બેઠકમાં નાયબ કલેકટર કે. જિ. ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર જે. કે. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. બી. ચૌધરી સહિતના જિલ્લા કક્ષાના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.