ETV Bharat / state

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લામાં સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધા યોજાઈ

author img

By

Published : Jun 30, 2019, 4:05 AM IST

ડાંગઃ જિલ્લામાં મહાત્મા ગાંધીની 150 મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે ડાંગ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,આહવાના ઉપક્રમે ડાંગ દરબાર હોલ આહવામાં શૌચાલય ધરાવતા લાભાર્થીઓનું સન્માન અને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ડાંગ જિલ્લામાં સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધા યોજાઈ

જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયાએ ઉપસ્થિત તમામ સરપંચોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, "ભારત સરકારના પ્રોગ્રામ અંતર્ગત લોકોમાં વધુ જાગૃતિ આવે તે આપણાં સૌની ફરજ છે. સ્વચ્છતા એ સામાજીક અને આરોગ્ય બંને સાથે સંકળાયેલ છે. તંદુરસ્ત જીવન ધોરણ બને એ માટે સરકારના મિશનને સફળ બનાવીએ એવો અનુરોધ વઢવાણિયાએ કર્યો હતો. નવા કુંટુંબો બન્યા હોય તેઓ પાસે શૌચાલય ન હોય જેથી સરકારી યોજનાઓની જાણકારી અપવામાં આવી હતી.ગૃપ ગ્રામ પંચાયતોમાં એકપણ કુટુંબ શૌચાલય વિનાનું ન રાખવાની તકેદારી સરપંચોની રહેશે."

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.ડી.પટેલે તમામ સરપંચોને આવકારતા કહ્યું હતું કે, "ડાંગ જિલ્લામાં કુલ 6204 ના લક્ષ્યાંક સામે 1136 શૌચાલયો પ્રગતિ હેઠળ છે. વર્લ્ડ બેન્કની સહાયથી 1094 લક્ષ્યાંક સામે 178 શૌચાલયો બનાવાયા છે. નિર્મળ ગુજરાત, વ્યક્તિગત, NGOઓ સહિત જુદી જુદી યોજનાઓ મળીને કુલ 41,472 શૌચાલયો પૈકી 3000 બનાવવાના બાકી છે. જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. અગાઉ ડાંગ જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે હતો. જન જાગૃતિ અભિયાનથી આપણે સૌએ લક્ષ્યાંક પૂર્ણ કરી સો ટકા સિદ્ધી મેળવવાની દિશામાં આગળ વધીએ."

આહવા તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરીએ આરોગ્યની ચિંતા કરીને રોગચાળો ન ફેલાય તે માટે શૌચાલયોનો જ ઉપયોગ કરવા તલાટીઓ અને સરપંચોને હાકલ કરી હતી. તો કાર્યક્રમના અંતમાં સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધામાં ડોકપાતળ, માલેગામ, પીંપરી, ગલકુંડ, બોરખેત અને કેશબંધ ગામના સરપંચોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે મદદનીશ વધઈ તાલુકા વિકાસ અધિકારી રણજીતકુમાર ઝા, તમામ ગૃપના સરપંચો અને તલાટીઓ હાજર રહ્યાં હતા. જિલ્લા કો.ઓર્ડિ.વિપુલ પરદેશી સહિત ગ્રામવિકાસની ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Intro:ડાંગ- આહવા : પૂજ્ય મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં સરકારશ્રીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત જુદા જુદા કાર્યક્રમો ચાલી રહયા છે ત્યારે ડાંગ જિલ્લામાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી,આહવા ના ઉપક્રમે ડાંગ દરબાર હોલ આહવા ખાતે સુંદર શૌચાલય ધરાવતા લાભાર્થીઓનું સન્માન અને એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.Body:
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.કે.વઢવાણિયાએ ઉપસ્થિત તમામ સરપંચશ્રીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ભારત સરકારના પ્રોગ્રામ અંતર્ગત લોકોમાં વધુ જાગૃતિ આવે તે આપણાં સૌની ફરજ છે. સ્વચ્છતા એ સામાજીક અને આરોગ્ય બંને સાથે સંકળાયેલ છે. તંદુરસ્ત જીવન ધોરણ બને એ માટે સરકારશ્રીના મિશનને સફળ બનાવીએ એવો અનુરોધ શ્રી વઢવાણિયાએ કર્યો હતો. નવા કુંટુંબો બન્યા હોય તેઓ પાસે શૌચાલય ન હોય જેથી સરકારશ્રીની યોજનાઓની જાણકારી અપાય અને ગૃપ ગ્રામ પંચાયતોમાં એકપણ કુટુંબ શૌચાલય વિનાનુ ન રહે તેમ સરપંચશ્રીઓએ તકેદારી રાખવાની રહેશે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જે.ડી.પટેલે તમામ સરપંચશ્રીઓને આવકારતા કહયું હતું કે ડાંગ જિલ્લામાં કુલ ૬૨૦૪ ના લક્ષ્યાંક સામે ૧૧૩૬ શૌચાલયો પ્રગતિ હેઠળ છે. વર્લ્ડ બેન્કની સહાય થી ૧૦૯૪ લક્ષ્યાંક સામે ૧૭૮ શૌચાલયો બનાવવામાં આવ્યા છે. નિર્મળ ગુજરાત,વ્યક્તિગત,એનજીઓ સહિત જુદી જુદી યોજનાઓ મળીને કુલ ૪૧,૪૭૨ શૌચાલયો પૈકી ૩૦૦૦ બનાવવાના બાકી છે. જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. અગાઉ ડાંગ જિલ્લો રાજ્યમાં બીજા ક્રમે હતો. જન જાગૃતિ અભિયાનથી આપણે સૌએ લક્ષ્યાંક પૂર્ણ કરી સો ટકા સિધ્ધિ મેળવવાની દિશામાં આગળ વધીએ.
આહવા તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.બી.ચૌધરીએ આરોગ્યની ચિંતા કરીને રોગચાળો ન ફેલાય તે માટે શૌચાલયોનો જ ઉપયોગ થાય તે માટે તલાટીઓ અને સરપંચશ્રીઓને હાકલ કરી હતી.
Conclusion:સ્વચ્છ સુંદર શૌચાલય સ્પર્ધામાં ડોકપાતળ,માલેગામ,પીંપરી,ગલકુંડ,બોરખેત અને કેશબંધ ગામના સરપંચશ્રીઓને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ પ્રસંગે મદદનીશ વધઈ તાલુકા વિકાસ અધિકારીશ્રી રણજીતકુમાર ઝા, તમામ ગૃપના સરપંચશ્રીઓ,તલાટીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. જિલ્લા કો.ઓર્ડિ.વિપુલ પરદેશી સહિત ગ્રામવિકાસ ની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.