ETV Bharat / state

ડાંગ: વઘઇમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી - ડાંગમાં પોષણ માસની ઉજવણી

ડાંગ જિલ્લામાં ઉજવાઈ રહેલા પોષણ અભિયાન અંતર્ગત જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આઈ.સી.ડી.એસ. (I.C.D.S.) આહવા અને વર્લ્ડ વિઝનના ત્રિવેણી સંગમે પોષણ અભિયાન-૨૦૨૦ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ETV BHARAT
વઘઇમાં પોષણ માસની ઉજવણી કરવામાં આવી
author img

By

Published : Sep 18, 2020, 8:53 PM IST

ડાંગ: જિલ્લાના પ્રવેશદ્વાર વધઇ ખાતે પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આઈ.સી.ડી.એસ.ના પ્રતિનિધિ, વર્લ્ડ વિઝનના મેનેજર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળલગ્ન, બાળયૌન શોષણ, કુપોષણ અને પોષણ જેવા વિષયો અંગે મહત્વની માહિતી ખેડૂત બહેનો અને આંગણવાડી બહેનોને આપી હતી. જેમાં પોષણ અને મહિલા જાગૃતિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

ETV BHARAT
પોષણ માસની ઉજવણી

આ ઉપરાંત જે આંગણવાડી વર્કરોએ પ્રસંશનીય કાર્ય કર્યું હતું, તેમને ન્યુટ્રીશન કીટ આપી અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત કાર્યક્રમમાં હાજર આંગણવાડીની બહેનો અને ખેડૂત બહેનોને ન્યુટ્રીશન કીટ અને શાકભાજીના ધરુનું વિતરણ કે.વિ.કે. વઘઇ કેન્દ્ર તરફથી કરવામાં આવ્યું હતું.

તેમણે કાર્યક્રમમાં હાજર બહેનોને ન્યુટ્રીશન કીટનો ગાર્ડનમાં ઉપયોગ અને આહારમાં મહત્વ અંગે સમજાવ્યું હતું. આ ઉપરાંત કાર્યક્રમમાં હાજર તમામ બહેનોને ન્યુટ્રીશન કીટનું વિતરણ કરી કુપોષણ દૂર કરવા અને લીલી શાકભાજી ખાવા માટે પ્રોત્સાહીત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાની 115થી વધારે બહેનોએ ઉત્સાહપૂર્ક ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.