વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદ (તેરા નામના કંદ)ને લીલા રંગના સુંદર મોટા પાન આવે છે. જે રાન આળુનો એક પ્રકાર છે. ડાંગના દરેક ભાગમાં આ આળુ થાય છે. જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રી આ પૂનમથી વરસાદ શરૂ થાય છે, એવી સામાન્ય રીતે ગણતરી રહે છે અને ધીરેધીરે વરસાદનું પ્રમાણ વધતુ જાય છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ 15-20 દિવસ સહેજ વિતી જાય છે. આમ,તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે.
ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ધામધૂમથી ઊજવણી કરી
ડાંગઃ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવાતો અખાત્રીનો તહેવાર એટલે આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવેલું ધાન્ય ધરૂ છે કે પાતળુ તેના પરથી ખેતી માટે તેઓનુ વર્ષ કેવું હશે તેનુ અનુમાન લગાવવામાં આવે છે. આ તહેવાર ખેતી માટે અખાત્રી પણ કહેવાય છે. અખાત્રી એટલે ખેતીની ખાત્રી કરવાનો ઉત્સવ છે. ત્યાર પછી તરત જ 2 મહિના પછી અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે.
ડાંગમાં આદિવાસીઓના તેરા તહેવારની ઉજવણી કરી
વરસાદ પડી ગયા પછી જંગલમાં આળુ નામના કંદ (તેરા નામના કંદ)ને લીલા રંગના સુંદર મોટા પાન આવે છે. જે રાન આળુનો એક પ્રકાર છે. ડાંગના દરેક ભાગમાં આ આળુ થાય છે. જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રી આ પૂનમથી વરસાદ શરૂ થાય છે, એવી સામાન્ય રીતે ગણતરી રહે છે અને ધીરેધીરે વરસાદનું પ્રમાણ વધતુ જાય છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતા લગભગ 15-20 દિવસ સહેજ વિતી જાય છે. આમ,તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે.
Intro:ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવાતો અખાત્રીનો તહેવાર એટલે આદિવાસીઓ દ્વારા ઉગાડવામાં આવેલું ધાન્ય ધરૂ છે કે પાતળું તેના પરથી ખેતી માટે તેઓનું વર્ષ કેવું હશે તેનું અનુમાન લગાવવામાં આવે છે. આ તહેવાર ખેતી માટે અખાત્રી પણ કહેવાય છે. અખાત્રી એટલે ખેતીની ખાત્રી કરવાનો ઉત્સવ છે. ત્યાર પછી તરત જ બે મહિના પછી અષાઢ મહિનામાં આવતો આદિવાસીઓનો પ્રિય તહેવાર તેરા છે.
Body:વરસાદ પડી ગયાં પછી જંગલમાં આળું નામનાં કંદ ( તેરા નામનાં કંદ )ને લીલા રંગના સુંદર મોટાં પાન આવે છે. જે રાન આળુનો એક પ્રકાર છે. ડાંગના દરેક ભાગમાં આ આળુ થાય છે જેઠ સુદ પૂનમ એટલે વટસાવિત્રી પૂનમ. આ પુનમથી વરસાદ શરૂ થાય છે. એવો સામાન્ય રીતે ગણતરી રહે છે. અને ધીરેધીરે વરસાદનું પ્રમાણ વધતું જાય છે. આળુના કંદને ફણગો થઈ પાન આવતાં લગભગ ૧૫-૨૦ દિવસ સહેજ વિતી જાય છે. આમ,તેરા પર્વ અષાઢ માસની અમાસે આવે છે.
તેરનો દિવસ બધા ગ્રામજનો એકત્ર થઈને નક્કી કરે છે. એમાં સામાન્ય રીતે ગામનો પટેલ ગ્રામવાસીઓને જે પ્રમાણે કહે તે પ્રમાણે થાય છે.એ દિવસે આદિવાસીઓ નવાં થયેલાં આળુના પાંદડા લાવી તે બાફી ( રાંધી ) તેનું શાક બનાવે છે. તે દિવસે પાંદડાનું મહત્વ ઘણું જ હોય છે. પ્રથમ એ પાંદડા લાવી ઘર પર મુકવામાં આવે છે. અને જ્યારે ગાંવદેવી અને ગામની સીમ પર આવેલ વાઘદેવની પૂજા થાય, ત્યાર પછી જ તે પાંદડા પર કોરું પાણી છાંટીને ઘરમાં લાવવામાં આવે છે. અને શાક કે ભાજી બનાવામાં આવે છે. પછી એ નવું શાક પ્રથમ કુળદેવી-ગાંવદેવીને નૈવેધ ધરવામાં આવે છે. ને પછી જ તેઓ આરોગે છે. રાત્રે નાચવાનો કાર્યક્રમ યોજાય છે. આ નાચકામ તે જ ઠાકર્યા નૃત્ય. તેરના દિવસથી ઠાકર્યાનૃત્ય અને પાવરીનૃત્ય ચાલુ થાય છે.
તેરાના આ તહેવારનું ખેતીની દ્રષ્ટિએ પણ એક અનોખું મહત્વ છે. જમીનમાં પાણી પચવાથી હવે તે જલધર બની છે. વળી કેટલાક ખેડૂતો તો અડદ વાળ્યા વગર તેરસણનો તહેવાર કરતા નથી. તેમનું એવું માનવું છે કે અડદ વાવ્યા જ જો તેરાનો સન પાળવામાં આવે તો અડદમાં રોગ લાગુ પડે ને પાંદડા કોવાઈ જાય ને પછી અડદ મરી જાય એવી માન્યતા છે. આ તેરાનું શાક આદિવાસી માટે શાકભાજીની ગરજ સારે છે. તેરાના પાંદડામાં કોઈ પણ દાળ નાખી તેઓ ટેસ્ટથી ખાય છે.
Conclusion:અખાત્રી ના તહેવાર બાદ આદિવાસીઓ માટે વર્ષનો પહેલો તહેવાર તરીકે તેરા તહેવાર ને માનવામાં આવે છે. ડાંગ ના આદિવાસી લોકોના તેરા તહેવાર ની ઉજવણી બાદ જ તેઓ સાગ ના પાંદડા તોડે શકે છે. આ સાગ ના પાંદડા ઘરકામમાં ઉપયોગમાં લેવાય છે. વરસાદથી બચવા સાગના પાંદડાઓની બનાવટો બનાવામાં આવે છે.