તેમણે ભ્રષ્ટાચારના વિવિધ પાસાઓ વિશે વધુમાં જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર એટલે પોતાના અંગત સ્વાર્થ માટે સાર્વજનિક શક્તિનો દુરૂપયોગ. ભ્રષ્ટાચાર નામની આ ગંભીર બિમારી સામાન્ય માણસથી લઇ મોટી હસ્તીઓને પણ લાગુ પડે છે. ભ્રષ્ટાચારના નિવારણ માટે સરકાર અને નાગરિકો એકસાથે મળીને કામ કરવાની તાકીદ કરવામાં આવી હતી.
તેમજ તેમના દ્વાકા બધાને પોતાના કર્તવ્યનું ઈમાનદારીથી પાલન કરવાની, સત્યનિષ્ઠા, ભય અથવા પક્ષપાત વગર કામ કરવાની અપીલ કરવામાં આવી હતી. આપણે કોઇને લાંચ આપવી નહીં અને લાંચ લેવી નહીં એ વિશે લોકોમાં જાગૃતિ ફેલાય અને ભ્રષ્ટાચાર વિશેની દરેક બાબત યોગ્ય પ્રશાશન સંસ્થાને જાણ કરવી જોઈએ. આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લામાંથી ૧૨૦થી વધારે ખેડૂત ભાઈ-બહેનોએ કૃષિવિજ્ઞાન કેન્દ્ર વધઇ ખાતે ઉપસ્થિત રહી ભ્રષ્ટાચાર નાબૂદીમાં સહકાર આપવા પ્રતિજ્ઞા લીધી હતી.