આહવા દીપ દર્શન હાઇસ્કુલ ખાતે કારમેલાઈ જીશશ ઓફ ચેરિટી સંસ્થા અને રક્તદાન કેન્દ્ર વલસાડના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કારમેલાઈ જીશશ ઓફ ચેરિટી સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી દિવ્ય છાય હોસ્પિટલ સુબિર ના સૌ ડોકટરો સહભાગી થયા હતા. દિવ્ય છાય હોસ્પિટલ જે સુબિર તાલુકાના અંતરીયાળ વિસ્તારના ગામડાઓમાં કાર્યરત છે. આ હોસ્પિટલમાં ઓપીડી, આઈપીડી, લેબોરેટરી, એક્સરે, સોનોગ્રાફી તથા અન્ય રોગોના તમામ દર્દીઓની સારવાર કરવામાં આવે છે. હોસ્પિટલમાં રોજિંદા દિવસ દરમિયાન 100થી પણ વધારે દર્દીઓ આવતા હોય છે. આદિવાસી વિસ્તારના ગામડાઓમાં અમુક દર્દીઓ જેમનામાં લોહતત્વ ઓછું હોય તેમને ટોનિક અને પૌષ્ટિક આહાર પુરૂ પાડવામાં આવે છે.
દીપ દર્શન શાળામાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે દર્દીઓનું HB માત્ર બે અને ત્રણ ટકા હોય તેવા દર્દીઓને લોહીની વધારે જરૂર પડતી હોય છે ત્યારે તેવા દર્દીઓને બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા પ્રાપ્ત થયેલ લોહીને દર્દીઓ સુધી પહોંચાડી તેમનું જીવન બચાવી શકાય છે. રક્તદાન કેન્દ્ર વલસાડ દ્વારા હોસ્પિટલમાં જરૂર પડે ત્યારે લોહી પૂરૂ પાડવામાં આવે છે.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં દિવ્ય છાય હોસ્પિટલના મુખ્ય ડો.સી.મેરી જોન, સી.જોમા, સી.અનામોલ તેમજ દીપ દર્શન શાળાનો સ્ટાફ અને વલસાડ રક્તદાન કેન્દ્રના ડૉક્ટરો દ્વારા કેમ્પ સફળ થયો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં આહવા નગરજનોએ રક્તદાન કર્યું હતું.