ETV Bharat / state

ડાંગના શબરીધામ નજીક આવેલા પંપા સરોવરનો સુંદર નજારો... - Dang

ડાંગ જિલ્લામાં ચોમાસુ ઋતુ જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે અને ચોતરફ પ્રકૃતિનો ખોળો સૌંદર્યની છોળો ઉડાડતો જોવા મળે છે. ડાંગના સુપ્રસિદ્ધ પ્રવાસસ્થળોમાં ગણાતાં પંપા સરોવરનો નજારો હાલમાં માણવા લાયક બની રહ્યો છે. મા શબરીના ધામથી 7 કી.મી દૂર જારશોળ ગામ નજીક પંપા સરોવર આવેલું છે. અહીં પંપા સરોવરનાં કિનારે માતંગ ઋષિનું મંદિર પણ છે. ચોમાસાની ઋતુમાં આ સરોવરનો નાદ આહલાદક હોય છે. આ સ્થળ સાથે લોકોની માન્યતાઓ અને આસ્થા જોડાયેલી છે.

ડાંગના શબરીધામ નજીક આવેલ પંપા સરોવરનો સુંદર નજારો

author img

By

Published : Sep 9, 2020, 8:39 PM IST

ડાંગઃ જિલ્લાના જાણીતાં રામભક્ત શબરીના ધામથી 7 કી.મી દૂર જારશોળ ગામ નજીક આવેલ પંપા સરોવર રામાયણ કાળની વાતો સાથે જોડાયેલ સ્થળ છે. લોકવાયકા મુજબ માતંગ ઋષિ અહીં તપ કરતાં હતાં. તે દરમિયાન માતંગ ૠષિની શિષ્યા માતા શબરી ગુરુની સેવા કરતાં હતાં. અવસાન પહેલાં માતંગ ઋષિએ માતા શબરીને જણાવ્યું હતું કે તેમને અવશ્ય ભગવાન રામના દર્શન થશે. ગુરુના નિધન પછી માતા શબરી ભગવાન રામની પ્રતિક્ષામાં ઘણાં વર્ષો આશ્રમમાં રહ્યાં અને રામભજન કરતાં રહ્યાં. વર્ષો વીત્યા બાદ ભગવાન રામ લંકા જતી વખતે રસ્તામાં તેમનાં આંગણે પધાર્યા હતાં જે આજે શબરીધામ તરીકે ઓળખાય છે.

ડાંગના શબરીધામ નજીક આવેલ પંપા સરોવરનો સુંદર નજારો
ડાંગના શબરીધામ નજીક આવેલ પંપા સરોવરનો સુંદર નજારો
આ સ્થળ સાથે અનેક માન્યતાઓ પણ જોડાયેલી છે. અહીંના સ્થાનિક રહેવાસી મહેશભાઈ દેશમુખ જણાવે છે કે આ સરોવરનું પાણી ખૂબ જ દૂષિત હતું. જે પશુપક્ષી કે માણસો પાણી પી નહોતા શકતાં. પણ મા શબરીના ચરણો તળાવમાં પડ્યાં પછી તળાવનું પાણી પીવાલાયક બની ગયું હતું. કદાચ એ જ માન્યતાને ધ્યાને રાખતાં અહીં ઋષિ પંચમીના દિવસે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્રથી શ્રદ્ધાળુઓ આવતાં હોય છે. લોકોની શ્રદ્ધા છે કે આ તળાવમાં ન્હાવાથી રોગ દોષ દૂર થાય છે.

હાલમાં ચોમાસાનો ભરપુર વરસાદ પડતાં સમગ્ર વિસ્તારમાં આહલાદક લીલોતરી છવાઈ છે ત્યારે પંપા સરોવર પણ માતા શબરીના રામદર્શન થયાં પછી પુલકિત હ્દય જેવું નિર્મળ ભક્તિની ભગવાન સાથેની ભેટને યાદ અપાવતું હોય તેમ ખૂબ જ સુંદર રીતે ખીલી પડ્યું છે. લોકડાઉનમાં બંધ રહ્યાં પછી હવે અનલોક4માં બધું યથાવત થઇ રહ્યું છે ત્યારે પંપા સરોવરની મુલાકાતે પણ સ્થાનિક પ્રવાસીઓની સંખ્યા વધશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.