ETV Bharat / state

રાજ્યના ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો - dang news

ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ગુરુવારે સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જે બાદ વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. સવારે સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. આ સાથે જ વાતાવરણમાં શીતલહેર ફેલાઈ હતી. ગિરિમથકમાં ફરવા આવેલા પ્રવાસીઓ ઠંડીનો અહેસાસ થયો હતો.

Saputara
ગિરિમથક
author img

By

Published : Mar 12, 2020, 10:25 AM IST

Updated : Mar 12, 2020, 11:10 AM IST

ડાંગ: મળતી વિગતો અનુસાર, ડાંગ જિલ્લામાં છેલ્લા ચાર પાંચ દિવસથી વાતાવરણમાં અચાનક પલટો અવવાના કારણે ગરમી અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે ગુરુવાર સવારે ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો આવવાના કારણે રસ્તાઓ પર ગાઢ ધુમ્મ્સ છવાઈ ગઈ હતી. ચારેતરફ ઠંડીની શીતલહેર વ્યાપી ગઇ હતી.

ગિરિમથક સાપુતારાના વાતાવરણમાં અચાનક પલટો

સાપુતારા ફરવા આવેલ પ્રવાસીઓએ ભારે ઠંડીનો અહેસાસ થયો હતો. જેનાં લીધે માર્ગો અને બજારો સૂમસામ જોવા મળ્યાં હતાં. ઠંડકના વાતાવરણ માટે જાણીતાં ગિરિમથક સાપુતારામાં આજે શીતલહેર વ્યાપી જતાં પ્રવાસીઓને મજા પડી ગઈ હતી.

સાપુતારાથી નજીકના ગ્રામ્ય વિસ્તારો માલેગામ, શામગહાન, નિમ્બરપાડા, માનમોડી, માળુગા, નડગચોડ, ધૂમખલ વગેરે ગામોમાં ધૂળેટીના દિવસથી જ વાદળછાયું વાતાવરણ રહેતાં વરસાદની ભીતી જણાઈ રહી છે. જ્યારે આજે સવારથી જ સાપુતારામાં ધુમ્મ્સ છવાઈ જતાં ઠંડીની શીતલહેર વ્યાપી ગઈ હતી.

Last Updated : Mar 12, 2020, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.