ડાંગ: ગુજરાતનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં આહવા, સુબીર અને વઘઇ તાલુકામાંથી વર્ષ દરમ્યાન અંદાજીત 60 હજાર જેટલા કામદારો દક્ષિણ ગુજરાતની જુદી-જુદી સુગર ફેક્ટરીઓમાં કામનાં અર્થે જાય છે. જયાં સુગર ફેકટરીનાં સંચાલકો દ્વારા આ કામદારો પાસેથી 12થી 14 કલાક જેટલું કામ કરાવાય છે. સુગર સંચાલકો દ્વારા આ કામદારોને 238 રૂપિયા પ્રતિ ટન પ્રમાણે મજૂરી આપવામાં આવે છે. અહી સુગર ફેક્ટરીઓનાં સંચાલકો દ્વારા કામદારોનું અવિરત શોષણ કરાઈ રહયુ છે.
કારણ કે શેરડી કાપણીની કામગીરીનું સરકારે જે લઘુતમ વેતન નક્કી કર્યું છે. તેના કરતા પણ ઓછુ વેતન ચુકવવામાં આવે છે. જેથી ભારતીય ટ્રાયબલ પાર્ટી ડાંગ દ્વારા
(1)કામદારોને શેરડી કાપવાની મજૂરીનો ભાવ 400 રૂપિયા આપવામાં આવે.
(2) જયારે પણ સુગર ફેક્ટરીઓ મજૂરોને કામ વગર બેસાડી રાખે તે દિવસના 400 રૂપિયાની મજૂરી ગણવામાં આવે.
(3) કામના સ્થળે મજૂરોને રહેવાની, પાણી, વીજળી, સૌચાલયની વ્યવસ્થા સુગર ફેક્ટરીઓ દ્વારા કરવામાં આવે
(4)દરેક પડાવ ઉપર આંગણવાડી,પોષણ આહારની સેવા,શિક્ષણ વયના બાળકો માટે એસ.ટી.પી વર્ગો શરૂ કરવામાં આવે.
(5)કામદારોને જાનનું જોખમ હોય જેથી તેમણે 8 લાખનો વીમો ઉતારવામાં આવે.
(6)કોરોના મહામારીને ધ્યાને લઇ કામદારોની સુરક્ષા અને સલામતીનાં અર્થ સેનેટાઈઝર, માસ્ક તેમજ પડાવોમાં મેડિકલ ચેકઅપની સુવિધાઓ સહિતની માંગણીઓનાં સંદર્ભે ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યુ હતુ.
જે માંગણીઓ તુરંત નહી સંતોષવામાં આવે તો આવનાર દિવસોમાં ધરણા તેમજ આંદોલન કાર્યક્રમો પણ કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી છે. આ પ્રસંગે ભારતીય ટ્રાયબલ પાર્ટી ડાંગ જિલ્લાનાં પ્રમુખ રાકેશભાઈ પવાર, સુબીર તાલુકા પ્રમુખ બાપુભાઈ ગામીત, રતિલાલ કાગડે, શાલેમ પવાર, અમુલ પવાર સહિતનાં કાર્યકર્તા ઉપસ્થિત રહયા હતા.