ETV Bharat / state

ડાંગ જિલ્લામાં વરસાદને પગલે યોજાઈ તાકીદની બેઠક, કલેક્ટરે આપ્યું ઉપયોગી માર્ગદર્શન - A meeting of the Dang Collector was held

ડાંગ જિલ્લાના કલેકટર એન.કે. ડામોરે જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે તાકીદની બેઠક યોજી તમામ લાઇનના ડિપાર્ટમેન્ટ અધિકારીઓને સતત એલર્ટ કરી જાગૃતિ દાખવવા સૂચના આપી હતી.

ડાંગ જિલ્લામાં વરસાદને પગલે યોજાઈ તાકીદની બેઠક, કલેક્ટરે આપ્યું ઉપયોગી માર્ગદર્શન

author img

By

Published : Aug 17, 2020, 9:40 PM IST

ડાંગ: જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી પડી રહેલા વરસાદને પગલે કલેક્ટર એન.કે.ડામોરે તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓને સતત એલર્ટ રહીને, જાનમાલની નુકશાની સહિતની કામગીરી સત્વરે હાથ ધરવા સાથે, ખેતીવાડી ક્ષેત્રે અતિવૃષ્ટિને કારણે જો કોઈ ખેડૂતોના ખેતીપાકને નુકસાન થાય તો રાજ્ય સરકારની સહાયતા યોજનાઓનો લાભ આપવા બાબતે કરવાની કામગીરી બાબતે જાગૃતિ દાખવવા સૂચના આપી હતી.

વરસાદને કારણે માર્ગો અવરોધાવાના, વીજ પુરવઠો કે, સંદેશા વ્યવહાર બંધ થવાના કારણે જવાના કે, આવશ્યક સેવાઓ અસરગ્રસ્ત થવા જેવા બનાવો બને તો સત્વરે કામગીરી હાથ ધરી શકાય.

તે માટે સંબંધિત વિભાગોના અધિકારી, કર્મચારીઓને સતત તેમના કાર્યમથકે હાજર રહેવાની સૂચના આપવા સાથે કલેકટર ડામોરે જિલ્લાના ફ્લડ કન્ટ્રોલ રૂમ સાથે સતત સંપર્ક જાળવી પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી.

ડાંગ જિલ્લામાં વરસાદને પગલે તાકીદની બેઠક યોજી સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપતા ડામોરે જિલ્લા કક્ષાએથી લઈને ગ્રામ્ય કક્ષા સુધીના તંત્રને સંવેદનશીલતા સાથે કામગીરી હાથ ધરવાની સૂચના આપી હતી.

ઉલ્લેખનિય છે કે, આજે સવારે 8 વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયત હસ્તકના 7 માર્ગો બંધ થયા હતા. બાદમાં દિવસ દરમિયાન વરસેલા વરસાદને પગલે બપોરે 1 વાગ્યે 11 માર્ગો અસરગ્રસ્ત થયા છે.

જેમાં વઘઇ તાલુકાના 5, આહવાના 4 અને સુબિર તાલુકાના 2 માર્ગો વરસાદી પાણી ભરવાના કારણે અવરોધાયા છે.

વઘઇ : નાનાપાડા-કુમારબંધ રોડ, સુપદહાડ-સૂર્યાબરડા રોડ, ધોડવહળ વી.એ. રોડ, કુડકસ-કોશિમપાતળ રોડ, આંબાપાડા વી.એ. રોડ

આહવા : સતી-વાંગણ-કુતરનાચીયા રોડ, બોરખલ-ગાયખસ-ચવડવેલ રોડ, ધુલચોન્ડ-આમસરવલણ રોડ, માછળી-ચીખલા-દિવડ્યાવન રોડ

સુબિર : પીપલદહાડ-જોગથવા રોડ, કાકડવિહીર-ખેરીન્દ્રા-ચમારપાડા રોડ

ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 107 મી.મી. વરસાદ નોંધાતા અહીં મોસમનો કુલ વરસાદ 923 મી.મી. થયો છે. તો વઘઇ ખાતે 128 મી.મી. સાથે કુલ 1,106 અને સુબિર તાલુકામાં 49 મી.મી. સાથે મોસમનો કુલ વરસાદ 902 મી.મી. નોંધાયો છે. ડાંગ જિલ્લામાં 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સરેરાશ 94.66 મી.મી. વરસાદ નોંધાયો છે.

આહવાના જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ અને દિનેશ રબારીએ પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોરે બેઠકની કાર્યવાહી સંભાળી હતી. બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચૌધરી, નાયબ કલેક્ટર કે.જી.ભગોરા, પ્રાંત અધિકારી કાજલ ગામીત, કાર્યપાલક ઈજનેર જે.કે.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ, ડિઝાસ્ટર મામલતદાર જયેશ પટેલ, ત્રણેય તાલુકાઓ લાયઝન અધિકારીઓ, તાલુકા મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિત તમામ લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.