- ડાંગ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદન
- સ્થાનિક કક્ષાએ વેન્ટિલેટર સુવિધાઓ વધારવાની માગ
- 2 દિવસમાં નિકાલ નહિ આવે તો ધરણા કરવાની ચીમકી
ડાંગ: જિલ્લામાં કોરોનાનાં કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જેનાં કારણે હોસ્પિટલમાં તેમજ સ્થાનિક કક્ષાએ આરોગ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે આમ આદમી પાર્ટીનાં પાર્ટી પ્રમુખ મનીષ મારકણાએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
આ પણ વાંચો:તાપી જિલ્લામાં 8.5 લાખની વસ્તી સામે કોવિડ હોસ્પિટલોમાં માત્ર 20 જ વેન્ટિલેટર
સ્થાનિક કક્ષાએ વેન્ટિલેટર સુવિધા વધારવા બાબતે આવેદન
આહવા સિવિલ હોસ્પિટલમાં 5 વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ ડાંગ જિલ્લાની મોટા ભાગની વસ્તી અન્ય જિલ્લામાં મજુરી કામ અર્થે જાય છે. જેથી તેઓનું આવન જાવન થતું રહે છે, જેથી તેઓ પોઝિટિવ આવેલ હોય તો પણ સારવાર લેવા માટે તૈયાર હોતાં નથી. જેથી સ્થાનિક કક્ષાએ જરૂરિયાત મંદ લોકોને મહામારી અંગેની સારવાર મળે તે જરૂરી છે. સ્થાનિક કક્ષાએ વેન્ટિલેટર સુવિધા ઉપલબ્ધ હોય તો તાત્કાલિક ધોરણે દર્દીઓનો જીવ બચાવી શકાય છે.
આ પણ વાંચો:વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં વેન્ટિલેટર ખરીદી અંગે સરકારે કર્યા ખુલાસા
2 દિવસમાં નિકાલ નહિ આવે તો આપ દ્વારા ધરણા
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, જો 2 દિવસમાં સ્થાનિક કક્ષાએ વેન્ટિલેટર ઉપલબ્ધ નહિ થાય તો આમ આદમી પાર્ટી પ્રમુખ દ્વારા કલેક્ટર કચેરીએ ધરણા કરવામાં આવશે.