આહવાઃ સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં બુધવારના રોજ કૉમર્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે નિકાસ બધું યોજના વિશેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. નિકાસ બધું યોજનાનો ઉદેશ્ય નવા અને સક્ષમ નિકાસકારો સુધી પહોંચવાનો છે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે લાયક બનાવવા તથા ભારતમાંથી નિકાસ વધારવા માટે ગોઠવણ યોજનાઓ બનાવી વ્યક્તિગત સુવિધાઓ વગેરે દ્વારા સલાહ આપવાનો છે.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામાં નિકાસ બધું યોજના અંગે સેમિનાર યોજાયો આહવા કોલેજમાં યોજાયેલા ઇન્ટરોડક્ટ્રી કાર્યક્રમ જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ભારત સરકાર દ્વારા સંચાલિત થાય છે. જેમાં નિકાસ બધું યોજના વિશે કોલેજના વિદ્યાર્થીઓ જાણે સમજે અને પોતાના સમય, અભ્યાસનો ઉપયોગ કરી યોજનાનો લાભ લે તે માટે પહેલ કરવામાં આવી હતી. ભારત સરકારના સ્કિલ ઈન્ડીયા, સ્ટાર્ટ અપ વગેરેને ગ્રામ્ય ભાગ સુધી લઈ જવામાં આવે અને જે વિદ્યાર્થીઓ કોલેજમાં શિક્ષણ મેળવે છે, તેઓને પોતાના ધ્યેય વિશે, તેમનાં ઉદેશ્ય વિશેની જાણ હોતી નથી, જે માટે આગળ શું કરી શકાય તે માટે યોજના વિશેની માહિતી માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામાં નિકાસ બધું યોજના અંગે સેમિનાર યોજાયો સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામાં નિકાસ બધું યોજના અંગે સેમિનાર યોજાયો સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજમાં યોજાયેલ નિકાસ બધું યોજના કાર્યક્રમમાં જોઇન્ટ ડાયરેક્ટર ફોરેન ટ્રિપના સાહેબ સુવિધ શાહે વિદ્યાર્થીઓને આયાત નિકાસ વિશેની જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય અહિત પટેલ સહિત અધ્યાપકો અને કોલેજના 250થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જ્યારે કાર્યક્રમનું સંચાલન ગણેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.