આહવા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે સુરત તરફથી આહવા તરફ જઈ રહેલ ખાનગી કાર.નં.MH 02.DB 0306 તથા આહવા તરફથી પોતાના સાસરીમાં સતી તરફ જઈ રહેલ યુવાનની મોટરસાઇકલ.અને આહવાથી વાંસદા તરફ જઈ રહેલ પીકઅપ વાન. નં.GJ14.X.6839 જે ત્રણેય વાહનો આહવાથી વઘઇને સાંકળતા રાજ્યધોરીમાર્ગનાં શિવઘાટનાં વળાંકમાં સામસામે ભટકાતા ઘટના સ્થળે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતનાં બનાવમાં મહાલપાડા ગામનાં મોટરસાઇકલ ચાલક યુવક નામે રાજુભાઈ અનદભાઈ દેશમુખનાં શરીરનાં ભાગે ગંભીર ઇજાઓ પોહચતા તેનુ આહવા સિવિલ હોસ્પિટલ સુધી ખસેડતા માર્ગમાં જ પ્રાણ પંખેરૂ ઉડી જવાની સાથે મોત નિપજ્યું હતું. આ અકસ્માતનાં બનાવ સંદર્ભે આહવા પોલીસ મથકની ટીમે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો સાંપડેલ છે.