નાયબ વન સંરક્ષક અગ્નેશ્વર વ્યાસે આજના સમયે વૃક્ષોની ઉપયોગિતા પર ભાર મૂકી વિઘાર્થીઓને વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો. વધુમાં વૃક્ષોના ઉછેરથી પરોપકારની ભાવના કેળવાય છે. તેની જાળવણી કરવાથી વનવિસ્તાર વધે છે તેમજ વરસાદ આવે છે. પર્યાવરણની સમતુલા જળવાય છે. શાળાના બાળકોમાં વૃક્ષ ઉછેર પ્રત્યે લાગણી વધે અને તેનું સારૂ જતન થાય એવી લાગણી નાયબ વન સંરક્ષકે વ્યક્ત કરી હતી.
![dang, ahava](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-tree-vis-gj10029_05082019080324_0508f_1564972404_581.jpeg)
શાળાના આચાર્યા સિસ્ટર સુહાસીની પરમારના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દીપદર્શન શાળા સંચાલક સિસ્ટર પુષ્પા ટેલર,બેંક ઓફ બરોડા મેનેજર માનસિંગભાઈ ચૌધરી,પદાધિકારીઓ સુરેશભાઈ ચૌધરી,બાબુરાવભાઈ ચૌધરી,વિજયભાઈ દેશમુખ, શિક્ષણાધિકારી કચેરીના એ.ડી.આઈ.અરવિંદભાઈ, કે.એમ.પરમાર, વાલી પ્રતિનિધિ અવસુભાઈ કુંવર, આહવા સરપંચ રેખાબહેન પટેલ સહિત મહાનુભાવોએ કદમ, ગુલમહોર, બંગાળી બાવળ, કાજુ, ફણસ જેવા વૃક્ષોનું વાવેતર કરી પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.
![dang, ahava,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dang-01-tree-vis-gj10029_05082019080324_0508f_1564972404_394.jpeg)