ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કુલ 649 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો - ડાંગ જિલ્લામાં તબક્કાવાર વેક્સિન આપવાનો પ્રારંભ

દેશભરમાં તબક્કાવાર કોરોનાં વેક્સિનનો ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પહેલાં કોરોનાં વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 649 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે.

ડાંગ જિલ્લામાં કુલ 649 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો

author img

By

Published : Jan 23, 2021, 9:44 AM IST

  • કોરોના વેક્સિનનો ડોઝ આપવાનું અભિયાન હાથ ધરાયું
  • અત્યાર સુધીમાં 649 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો
  • કોરોનાના 2 કેસો આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ

ડાંગ : દેશભરમાં તબક્કાવાર કોરોના વેક્સિનનો ડોઝ આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત પહેલાં કોરોનાં વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં 649 લોકોએ વેક્સિનનો ડોઝ લીધો છે.

જિલ્લામાં કોરોનાં વાઈરસના 2 એક્ટિવ કેસ

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લામાં તબક્કાવાર વેક્સિન આપવાનો પ્રારંભ આહવા સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો. જે બાદ હવે જિલ્લાની સી.એચ.એ. હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. ડાંગ જિલ્લામાં પ્રથમ તબકકામાં કુલ 1200 જેટલાં આરોગ્યકર્મીઓને વેક્સિન આપવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ 649 લોકોએ વેક્સિન લીધી છે.

જિલ્લામાં 649 કોરોના વોરિયર્સે વેક્સિન લીધી

ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે આહવા અને સાકરપાતળનાં બે બુથો ઉપર 200 આરોગ્ય કર્મીઓને વેક્સિન આપવામાં આવી હતી. જે બાદ સાપુતારા અને કાલીબેલ ખાતે 126 આંગણવાડી બહેનો, જે બાદ શિંગણા, પીપરી અને શામગહાન ખાતે 19 આરોગ્ય કર્મીઓ વેક્સિન લીધી હતી. જિલ્લા આરોગ્ય વિભગાના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં કુલ 649 કોરોનાં વોરિયર્સને પ્રથમવારની વેક્સિન આપવામાં આવી છે.

જિલ્લામાં કોરોના વાઈરસના 2 એક્ટિવ કેસો

ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીનાં જણાવ્યા અનુસાર જિલ્લામાં કોરોના વાઈરસના કુલ 2 કેસો આહવા કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 161 કોરોનાના કેસો નોંધાયા હતા. જેમાંથી 159 દર્દીઓ સાજા થઈ ગયાં છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.