- ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસના કુલ 113 કેસ
- જિલ્લામાં મૃત્યુનો એકપણ કેસ નોંધાયેલો નથી
- રિકવર કેસની સંખ્યા 110 પર
- હાલમાં માત્ર 2 જ એક્ટિવ કેસ
ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોના વાઈરસના સૌથી ઓછા પોઝિટિવ કેસો નોંધાયા છે. ગુજરાત સરકાર દ્વારા ઓર્ગેનિક જિલ્લા તરીકે જાહેર ડાંગમાં કોરોના વાઈરસથી એકપણ મૃત્યુનો કેસ નોંધાયેલો નથી. એક દર્દીનો 'પોઝિટિવ' રિપોર્ટ આવતા પહેલા "હાર્ટ એટેક"થી મૃત્યુ નોંધાયું હતું. જેને આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાં વાઇરસથી મૃત્યુનો કેસમાં ગણવામાં આવ્યો નથી.
જિલ્લામાં લેવાયેલા કુલ સેમ્પલ અને ક્વોરન્ટીન કરાયેલા વ્યક્તિઓ
ડાંગ જિલ્લામાં આજદિન સુધી કુલ 20,787 સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં એક સેમ્પલ તાપી જિલ્લાનું છે. આ સેમ્પલ પૈકી 20,674 સેમ્પલ નેગેટિવ આવ્યાં છે. હાલમાં 81 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 5,347 વ્યક્તિઓએ પોતાનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂરો કર્યો છે. ફેસીલીટી ક્વોરન્ટાઇન કરેલા વ્યક્તિઓની સંખ્યા 0 છે.
કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તાર
જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી દ્વારા જણાવ્યા અનુસાર આજની તારીખે કન્ટેઈનમેન્ટ ઝોન "શિક્ષણ કોલોની (આહવા)", તથા "દેવલપાડા (આહવા)" ગામમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવેલા છે. જેમાં ILI (0 case), અને SARI (0 Case) કોઈ કેસ મળેલા નથી અને કોઈ સેમ્પલ લેવામાં આવેલા નથી.