ETV Bharat / state

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિશેષ નામનું ફેક્ટર કામ કરશેઃ રાજકીય નિષ્ણાતો - રાજ્ય ચૂંટણી પંચ

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો માટેની ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચે જાહેરાત કરી દીધી છે. ત્યારે ડાંગ જિલ્લાની આદિવાસી બેઠક ઉપર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોની લાંબી લિસ્ટ સાથેના નામોની ચર્ચા જોવા મળી રહી છે. છતાં વ્યક્તિ વિશેષ નામોના આધારે ચૂંટણીમાં જંગ જીતવાની આશા વ્યક્ત કરાઈ રહી છે.

ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિશેષ નામનું ફેક્ટર કામ કરશેઃ રાજકીય નિષ્ણાતો

author img

By

Published : Sep 30, 2020, 3:52 PM IST

ડાંગઃ વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ડાંગ અને કપરાડા બે અનુસૂચિત જનજાતિની સીટો ફાળવવામાં આવી છે, જેમાં ડાંગ જિલ્લાની બેઠક માટે ભાજપ કોંગ્રેસ નહીં પણ વ્યક્તિ વિશેષ નામોના આધારે ચૂંટણી જંગ જીતવાની સંભાવના ચર્ચાઈ રહી છે. રાજ્ય સભાની ચૂંટણી ટાણે કોંગ્રેસના કદાવર નેતા મંગળ ગાવીતે રાજીનામું આપી દેતાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તેની બહાલી કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાના 8 ધારાસભ્યોએ રાજીનામા બાદ 5 ધારાસભ્યોએ ભગવો ધારણ કર્યો છે. ડાંગના કટ્ટર બીજેપી વિરોધી મંગળ ગાવીત પોતાના ધારાસભ્ય પદના રાજીનામા બાદ ભગવો ધારણ કર્યો નથી પણ અવારનવાર ભાજપની મીટિંગોમાં દેખાઈ ચૂક્યા છે. આ સાથે જ પડદા પાછળ રહી, પોતાના કોંગી સમર્થકોને ભગવો ધારણ કરાવ્યો છે તેવું લોકો માની રહ્યા છે. હવે રાજ્ય ચૂંટણી પંચની જાહેરાત બાદ સંભવિત નામો તરીકે ડાંગ ભાજપ પક્ષે મંગળ ગાવિત, વિજય પટેલ, બાબુરાવ ચોર્યા, દશરથ પવાર તથા કોંગ્રેસ પક્ષે ચંદર ગાવિત, સૂર્યકાન્ત ગાવિત, મુકેશ પટેલ, મોહન ભોય, ગમન ભોયે, મોતીલાલ ચૌધરી અને સ્નેહલ ઠાકરેનું નામ ચર્ચાઈ રહ્યું છે.

ભાજપની સીટ ઉપર બે સામસામેના હરિફ વિજય અને મંગળ હવે એક લાઈનમાં ઊભા છે, જેમાંથી ભાજપ પક્ષ કોને ટિકીટ આપવી તે અંગે વિચારણા કરશે. જ્યારે અન્ય કોંગ્રેસ પક્ષમાં ચંદર ગાવિત અને મુકેશ પટેલનું નામ મોખરે છે. તેમ છતાં ડાંગ વિધાનસભાની પેટા ચૂંટણી અંગે વ્યક્તિ વિશેષ નામનું ફેક્ટર કામ કરશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે. કોંગ્રેસ પક્ષના કદાવર નેતા ચંદર ગાવીત જેઓ ભામાશા તરીકે ઓળખાય છે અને પાષા પલટુંમાં તેની મહારતી છે. જ્યારે બીજા પક્ષે મંગળ ગાવીતના રાજીનામાં બાદ પણ તેણે પોતાની લોકચાહના અકબંધ જાળવી રાખી છે. હવે બન્ને પક્ષના ઉમેદવારોમાં વિકાસ, ધર્મ, જાતિ આધારિત નહીં પણ વ્યક્તિ વિશેષ પરિબળ કામ કરશે તેવું રાજકીય પંડિતોનું માનવું છે. કારણકે ડાંગમાં ભાજપ અને કોંગ્રેસ દરેક ચૂંટણીઓમાં 50-50 મતબળ ધરાવે છે. ઉમેદવારની નજીવા વોટથી હાર થાય છે અને છેલ્લી ઘડીએ વ્યક્તિ વિશેષ પરિબળ કામ કરી જાય છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.