ETV Bharat / state

ડાંગ જિલ્લાના ખેડૂતો માટે ઔષધિય પાક મૂસળી આશીર્વાદરૂપ - Dang news

ડાંગ જિલ્લાનાં આદિવાસી ખેડૂતો મોટાપાયે પારંપરિક ખેતી સિવાય મૂસળીની ખેતી કરવા લાગ્યાં છે. મૂસળીના પાક દ્વારા ખેડૂતોની આવકમાં વધારો થાય છે ત્યારે વન વિભાગના પ્રયાસ થકી ડાંગના ખેડૂતોને મૂસળીની ખેતી વિશે ટ્રેનિંગ આપી ખેડૂતોને બિયારણ પણ પૂરૂં પાડવામાં આવ્યું હતું. મૂસળીની ખેતી માટે બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને સહાય પુરી પાડવામાં આવે છે. આ મૂસળીની ખેતી માંથી ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન મેળવી શકાય છે. જેથી ડાંગના ખેડૂતો આ ઔષધીય ખેતી વધુ કરવા લાગ્યાં છે.

ઔષધિય પાક મૂસળી
ઔષધિય પાક મૂસળી
author img

By

Published : Jul 24, 2020, 2:52 PM IST

ડાંગઃ રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લો ભરપૂર જંગલ વિસ્તાર ધરાવે છે. જેમાં કિંમતી ઇમારતી લાકડાં સહિત અન્ય ઔષધીય ઉપયોગી લેવાય એવી વન પેદાશો પણ આવેલ છે. અહીંના આદિવાસીઓ વર્ષો પહેલાં જંગલ ઉપર જ આત્મનિભર રહેતાં હતાં. વડીલોના જણાવ્યા અનુસાર પહેલાં લોકો ખેતી ક્ષેત્રે જોડાયેલા હતાં નહિ તેમજ ખેતીમાંથી ઉત્પાદન પણ થતું નહિ. ત્યારે મોટાભાગનાં આદિવાસી લોકો જંગલના કંદમૂળ ખાઈને જીવન પસાર કરતાં હતાં. આજે જ્યારે આધુનિકતાં તરફ લોકો વળવા લાગ્યાં છે ત્યારે ખેતીક્ષેત્રે પણ સારી એવી પ્રગતિ થઈ છે. તેમ છતાં ડાંગ માં પારંપારિક ખેતી પદ્ધતિઓ જ અપનાવવામાં આવી રહી છે. ચોમાસા દરમિયાન વરસાદ આધારિત ખેતી ઉપર આત્મનિર્ભર ખેડૂતોને રોજગારી માટે બહાર ગામ જવું પડતું હતું. ત્યારે સરકારના પ્રયાસ થકી, સ્થાનિક ખેડૂતોને વન પેદાશોની મહત્વતા સમજાવી ડાંગની ઔષધીય ખેત પેદાશો માંથી આવક મેળવી શકાય છે તેનાં વિશે સમજણ આપવામાં આવી જે થકી ડાંગના ખેડૂતો પારંપરિક ખેતી સિવાય પણ સફેદ મૂસળીની ખેતી મોટા પાયે કરવા લાગ્યાં છે.

મૂસળી
મૂસળી

વરસાદના પ્રારંભમાં જ સફેદ મૂસળીનું બિયારણ જમીનમાં નાખવામાં આવે છે. જે ઓક્ટોબર માસમાં તૈયાર થઈ જતી હોય છે. ત્યારે ખેડૂતો દ્વારા તેને જમીનમાંથી કાઢીને તેને સુકવ્યા બાદ વેચાણ માટે લઈ જવાય છે. હાલમાં મૂસળીના કિલોદીઠ ભાવ 700 થી 800 રૂપિયા છે જ્યારે આ મૂસળી સારી ગુણવત્તા વાળી હોય તો તેનો ભાવ 1200 થી 1800 રૂપિયાનો હોય છે. ડાંગના ખેડૂતો ઘરઆંગણે રોજગારી મેળવી શકે તે માટે વન વિભાગ દ્વારા ખેડૂતોને ટ્રેનિંગ આપીને મૂસળીના પાકનું બિયારણ પણ આપવામાં આવે છે.

મૂસળીનું મોટાપાયે વાવેતર
મૂસળીનું મોટાપાયે વાવેતર

ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક અગનેશ્વર વ્યાસના જણાવ્યાં અનુસાર તેમના કાર્ય વિસ્તારના પીપલાઈદેવી ક્લસ્ટરમાં વન વિભાગ સમિતિ સાથે સંકળાયેલા ખેડૂતોને સફેદ મૂસળીનું બિયારણ પૂરું પાડવામાં આવ્યું છે. 2020/21 ના વર્ષ દરમિયાન આ વિસ્તારના કુલ 10 ગામોના 133 ખેડૂતોને 1110 કિલોગ્રામ બિયારણ પૂરું પાડી, આ ઔષધીય પાકની ખેતી પદ્ધતિ અંગે સમજ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ પાક તૈયાર થતાં તેમાંથી 3330 કિલોગ્રામ ઉત્પાદન થવાની સંભાવના છે. આ અગાઉ સને 2019/20 માં વન વિભાગ દ્વારા 36 ગામોનાં 324 ખેડૂતોને 3000 કિલોગ્રામ બિયારણનું વિતરણ કરાયું હતું. જેમાંથી તેમને 8279 કિલોગ્રામ સફેદ મૂસળીનું ઉત્પાદન મળ્યું હતું.

ખેડૂતો માટે ઔષધિય પાક મૂસળી આશીર્વાદરૂપ

ડાંગ જિલ્લા બાગાયત વિભાગના અધિકારી ટી.એમ.ગામીતના જણાવ્યા અનુસાર ડાંગના ખેડૂતો i ખેડુત પોર્ટલ ઉપર પોતાના નામની નોંધણી કરે છે જે અંતર્ગત ઔષધીય પાકની ખેતી તરીકે ખેડૂતોને સરકાર દ્વારા સહાય પુરી પાડવામાં આવે છે. ગતવર્ષ 2019 દરમિયાન 24 ખેડૂતોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

ડાંગ જિલ્લાનાં આદિવાસી ખેડૂતો વર્ષો પહેલાં મૂસળીના પાંદડાઓને પોતાના ખોરાક તરીકે ઉપયોગમાં લેતાં હતાં જે આજેપણ જોવા મળે છે. પણ આ મૂસળીના પાંદડાઓનો ખોરાકમાં ઉપયોગ કર્યા સિવાય તેના મૂળિયાં માંથી આવક મેળવી શકાય છે. તે જાણી ખેડૂતો મોટા પાયે મૂસળીની ખેતી કરીને તેમાંથી આવક પ્રાપ્ત કરવા લાગ્યાં છે. ડાંગના ભવાડી ગામમાં દરેક ઘરે-ઘરે મુશલીનું વાવેતર કરવામાં આવે છે. અહીં આશરે 600 લોકોની વસ્તી ધરાવતું ગામ ચોમાસામાં પારંપરિક ખેતી ડાંગર અને નાગલીની ખેતી સિવાય મૂસળીનાં પાકનું પણ મોટાભાગે વાવેતર કરે છે.

ભવાડી ગામનાં ખેડૂત મોતિરામભાઈ મોકાશી જણાવે છે કે ડાંગરની ખેતી માટે વધારે જમીન રોકાય છે જ્યારે મૂસળીની ખેતી માટે ઓછી જગ્યા માંથી વધારે ઉત્પાદન કરી શકાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.