- ડાંગ જિલ્લાના આહવા ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
- વન અને આદિજાતિ વિકાસ પ્રધાન ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાઇ બેઠક
- ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નો અંગે થઇ ચર્ચા
ડાંગ: ગ્રામીણ પ્રજાજનોના પ્રશ્નો અંગે આહવા ખાતે સેવા સદનમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના વન, આદિજાતિ વિકાસ અને મહિલા બાળ કલ્યાણ પ્રધાન ગણપતસિંહ વસાવાના ડાંગ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગ્રામીણજનો દ્વારા તેમને મળેલી વિવિધ રજૂઆતો, પ્રશ્નો અંગે જિલ્લા અધિકારીઓ સાથે સમીક્ષા કરતા સામુહિક વિકાસના કામો, પ્રશ્નો બાબતે વેળાસર સર્વે હાથ ધરીને આવા કામોની અગ્રતા નક્કી કરવાનુ તેમણે આહ્વાન કર્યું હતુ.
ગ્રામીણ વિસ્તારનાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી
ગ્રામીણ વિસ્તારોની મુલાકાત દરમિયાન ગણપતસિંહ વસાવાને માર્ગ અને મકાન, સિંચાઈ, પાણી પુરવઠા, વીજળી, મધ્યાહ્ન ભોજન, વન, આદિજાતિ, મહેસુલ, શિક્ષણ, આઈ.સી.ડી.એસ., પંચાયત, સમાજ સુરક્ષા, પુરવઠા, ગ્રામ વિકાસ, સહકાર, પશુપાલન, સહીત આરોગ્ય વિભાગ, અને સંદેશ વ્યવહાર વિષયક પ્રશ્નોની રજૂઆતો મળી હતી. આ પ્રશ્નો, રજૂઆતો બાબતે સંબંધિત વિભાગોના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરતા વસાવાએ જણાવ્યું હતું કે છેવાડાના સામુહિક વિકાસ કામો માટે સરકાર ખુબ જ સંવેદનશીલ અભિગમ ધરાવે છે. “જ્યા માનવી, ત્યા સુવિધા”ના સરકારના અભિગમને અનુરૂપ હકારાત્મક વલણ સાથે સૌને કાર્યવાહી કરવાની હિમાયત કરી હતી.
ઇન્ચાર્જ કલેક્ટરે પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું
દિવાળી બાદ નવા વર્ષે મળેલી પ્રથમ બેઠકમાં ઇન્ચાર્જ કલેક્ટર એચ.કે.વઢવાણીયાએ ગણપતસિંહ વસાવાનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. અન્ય મહાનુભાવોનું પણ જિલ્લા વહીવટી તંત્ર વતી વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત તેમજ અભિવાદન કર્યું હતું. બેઠકનુ સંચાલન નિવાસી અધિક કલેક્ટર ટી.કે.ડામોરે કર્યું હતુ.
અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે ગણપતસિંહ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમા ડાંગ જિલ્લા પંચાયતના અધ્યક્ષા બીબીબેન ચૌધરી, નવનિયુક્ત ધારાસભ્ય વિજયભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગાવિત સહીત સામાજિક કાર્યકરો દશરથભાઈ પવાર, બાબુરાવ ચૌર્યા, સુરેશભાઈ ચૌધરી, રાજેશભાઈ ગામીત, રમેશભાઈ ચૌધરી, અશોકભાઈ ધોરાજીયા સહીત ઇન્ચાર્જ કલેકટર એચ.કે.વઢવાણીયા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજા, નાયબ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ, નિવાસી અધીક કલેકટર ટી.કે.ડામોર, પ્રાયોજના વહીવટદાર કે.જી.ભગોરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત સહિતના ઉચ્ચાધિકારીઓએ ઉપસ્થિત રહીને ચર્ચામા ભાગ લીધો હતો.