ETV Bharat / state

આહવામાં એક શ્રમજીવીના ઘરમાં આગ લાગી - Birsa Brigade Organization

ડાંગ જિલ્લાનાં આહવામાં પટેલ ફળિયામાં રહેતા પ્રભાકરભાઇનાં ઘરમાં શુક્રવારે અચાનક આગ લાગી જતા મોટુ નુકસાન થયુ હતુંં, સદનસીબે આગની જાણ બિરસા બ્રિગેટ સંગઠન અને BTSને થતા આ યુવાનોએ તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લાવી હતી.

A fire broke out in the house of a laborer in Ahwa
ડાંગ જિલ્લાનાં આહવામાં એક શ્રમજીવીનાં ઘરમાં આગ લાગી
author img

By

Published : May 29, 2020, 10:15 PM IST

ડાંગઃ જિલ્લાના આહવામાં પટેલ ફળિયામાં રહેતા પ્રભાકરભાઇના ઘરમાં શુક્રવારે અચાનક આગ લાગી જતા મોટુ નુકસાન થયું હતું, સદનસીબે આગની જાણ બિરસા બ્રિગેટ સંગઠન અને BTSને થતા આ યુવાનોએ તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લાવી હતી. આ આગમાં શ્રમજીવીનાં ઘરનાં છાપરાનો ભાગ અને વાસમાંથી બનાવેલા આડશ દિવાલ બળી ગયા હતાં.

જો કે સ્થાનિક યુવાનો દ્વારા તુરંત આગને કાબુમાં લાવતા મોટી જાનહાની ટળી હતી, આ સાથે જ ઘરનાં કોઇ સભ્યને નુકસાન થયુ ન હતું, પરંતુ ઘરનો અમુક ભાગ બળી જતા ઘર માલિકને મોટુ નુકશાન થયુ હતું. બિરસા બ્રિગેટ સંગઠનનાં સભ્ય મહેશભાઇ આહીર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આગની જાણ થતાં તાત્કાલિક ધોરણે આગને કાબૂમાં લેવામાં આવી હતી. તેમજ અનાયાસે લાગેલી આગને કારણે ઘર માલિકને નુકશાન થયુ હતું.

બિરસા બ્રિગેટનાં મહેશભાઇ અને રાજેશભાઇ તરફથી આ શ્રમજીવીને 20 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરતા આ શ્રમજીવી પરિવારે તેમનો આભાર વ્યક્ત કરી રાહત અનુભવી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.