- રોડ રોલરમાં આગ લાગી
- ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
- કોઈ જાનહાનિ થઈ નથી
ખેડાઃ જિલ્લામાં નડિયાદ આણંદ રોડ પર આવેલા નરસંડા ગામ પાસેથી ગુરુવારે રાત્રે એક રોડ રોલર પસાર થઈ રહ્યું હતું. જે દરમિયાન તેમાં અચાનક આગ લાગી હતી. જોકે, સમય સૂચકતા વાપરી ચાલક નીચે ઉતરી જતા તેનો બચાવ થયો હતો. આગની જ્વાળા ફેલાતા રોડ રોલર બળીને ખાખ થઈ ગયું હતું. આગની ઘટનાને પગલે રોડ પર થોડા સમય માટે વાહનોની અવરજવર થંભી ગઈ હતી.
આ પણ વાંચોઃ ભરૂચના ઝઘડિયાની વાયલાઈન વર્ક્સ કંપનીમાં લાગી ભીષણ આગ, જાનહાની ટળી
આગ લાગવાનું કારણ અકબંધ
આગની ઘટનાને લઈ ફાયરની ટીમને જાણ કરાતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. રોડ રોલરમાં આગ કયા કારણસર લાગી તે બાબતે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
આ પણ વાંચોઃ દિલ્હીના ગાંધીનગરમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાની નહીં