- મૃતકના પરીવારજનોએ વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
- યુવાનોનાં મોતમાં સંડોવાયેલી પોલીસ ઉપર કાર્યવાહી કરવા માંગ
- પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ રીતે ફાંસો ખાધેલી હાલતમાં યુવાનોના મૃતદેહ
ડાંગ : ચીખલી પોલીસ સ્ટેશન ( Chikhli police Station )માં ગત તા.21-07-2021નાં રોજ ડાંગ જિલ્લાનાં સુનિલ પવાર, રવિ જાધવનું ચીખલી પોલીસ સ્ટેશન( Chikhli police Station )માં પંખા સાથે વાયર વડે શંકાસ્પદ હાલતમાં ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ ( Custodial Death ) મળ્યો હતો. જે બાબતે ચીખલી પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે નવસારી જિલ્લા પોલીસ દ્વારા તપાસ માટેની ટીમો બનાવી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે આજરોજ મંગળવારે વઘઇ પોલીસ સ્ટેશનમાં મૃતક પરિવારજનોએ ચીખલી પોલીસ સ્ટેશનમાં યુવાનોનાં મોત મામલે ફરજ ઉપર તૈનાત રહેનારા પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: Custodial Death Case: આદિવાસી યુવકોને ન્યાય મળે તે માટે ડાંગ બંધ
મૃતક પરિવાજનો દ્વારા વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
IPC કલમ 302, 319, 359, 386, 114, 120-B, અસ્પૃશ્યતા ધારાની કલમની જોગવાઈ મુજબ અને પુરાવા નાશ કરી દસ્તાવેજો પુરાવા સાથે ચેડાં કરવા બાબતે મૃતક યુવાનોનાં બન્ને પરિવારો દ્વારા વઘઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો દ્વારા તેઓનાં ઉપર વીતેલી આપવીતી ફરિયાદમાં નોંધાવી છે. પોલીસનું અયોગ્ય વલણ અને યુવાનોનાં મોત સામે પરિવારજનો સવાલ ઉઠાવી રહ્યાં છે. FIR માં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કાયદાકીય જોગવાઈઓનું પોલીસ દ્વારા જ ઉલંઘન કરવામાં આવ્યું છે.
મૃતકોનાં પરિવાજનોએ પોલીસ કર્મીઓ ઉપર સવાલ ઉઠાવ્યા
વ્યક્તિની ધરપકડ કરવી હોય તો ગામનાં મોભીદાર વ્યક્તિને જાણ કરવી, વ્યક્તિની ધરપકડ બાદ પોલીસ ડાયરીમાં નોંધ કરવી, ગુનો દાખલ થયા બાદ આરોપીના માતા પિતા કે સંબંધીને જાણ કરી સહી લેવી, તેમજ નજીકના જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટને 24 કલાકમાં FIR ની નકલ મોકલવી આ તમામ જોગવાઈ પોલીસ માટે છે, પરંતુ ચીખલી પોલીસ કસ્ટડીયલ ડેથ મામલે પોલીસ દ્વારા આ તમામ જોગવાઈમાંથી એકપણ જોગવાઈને લાગું કરી નથી. મૃતકોના પરિવાર પોલીસનાં તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: EXCLUSIVE: 19 જુલાઇએ એક કલાકમાં બાઈક મળી અને 23 જુલાઈએ પોલીસે ફરિયાદ પર ઉતાવળે સહી કરાવી: નરેશ રાજપૂત
યુવાનોને ન્યાય મળે તે રાખવામાં આવ્યું ડાંગ બંધ
મૃતકના પરિવાજનોને ન્યાય મળે તે માટે સોમવારે ડાંગ બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જેને પ્રચંડ પ્રતિસાદ મળ્યો હતો. આજરોજ મંગળવારે વઘઇ પોલીસ સ્ટેશનમાં પરિવારજનો દ્વારા FIR નોંધાવતા ડાંગ જિલ્લા પ્રમુક મંગળ ગાવીત તેમજ અન્ય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મંગળ ગાવીતે આ ઘટનાં અંગે યોગ્ય તપાસ કરવા પોલીસને વિનંતી કરી હતી.