ETV Bharat / state

ડાંગ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટક ઉછાળો: 24 એપ્રિલે વધુ 21 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - dang corona update

ડાંગ જિલ્લામાં શનિવારે સૌથી વધુ 21 પોઝિટિવ કેસો સામે આવતાં જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 392 પર પહોંચ્યો છે. જ્યારે શનિવારે કોરોનાના કારણે એક વૃદ્ધનું મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે.

ડાંગ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટક ઉછાળો
ડાંગ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટક ઉછાળો
author img

By

Published : Apr 24, 2021, 10:43 PM IST

  • ડાંગ જિલ્લામાં કોરોનાનો ઉછાળો, 71 એક્ટિવ કેસ
  • શનિવારે જિલ્લામાં 21 પોઝિટિવ કેસો નોંધાયા
  • જિલ્લામાં 1 મુત્યુ, કુલ મુત્યુ આંક 16

ડાંગ: રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ડાંગ જિલ્લામાં રોજે-રોજ વિસ્ફોટક સ્થિતિમાં કોરોનાનાં કેસ અને મૃત્યુદર આગળ ધપી રહ્યો છે. ડાંગ જિલ્લા રોગચાળા નિયત્રંણ અધિકારી ડો. ડી.સી ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ એક સાથે 21 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે એક વૃદ્ધનું કોરોનાનાં પગલે મોત થયું છે.

આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં 5 દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ

જિલ્લામાં 21 પોઝિટિવ કેસો નોંધાયા

ડાંગ જિલ્લામાં આજરોજ વઘઇનો 28 વર્ષીય યુવક, વાનરચોંડની 18 વર્ષીય યુવતી, વઘઇનો 46 વર્ષીય પુરુષ, વઘઇની 65 વર્ષીય વૃદ્ધા, વઘઇનો 53 વર્ષીય પુરુષ, વઘઇની 60 વર્ષીય વૃદ્ધા, વઘઇની 72 વર્ષીય વૃદ્ધા,વઘઇનો 78 વર્ષીય વૃદ્ધ, વઘઇનો 51 વર્ષીય પુરુષ, સુબિરનો 56 વર્ષીય પુરુષ, ટેકપાડાની 36 વર્ષીય મહિલા, કાલીબેલનો 41 વર્ષીય પુરૂષ, માછળીની 28 વર્ષીય યુવતી, આહવાની 36 વર્ષીય મહિલા, કાલીબેલની 28 વર્ષીય યુવતી, ખોખરીની 24 વર્ષીય યુવતી, આહવાની 30 વર્ષીય યુવતી, સોડમાળની 42 વર્ષીય મહિલા, ભવાનડગડનો 19 વર્ષીય યુવક, સોડમાળની 35 વર્ષીય મહિલા અને સરવરની 77 વર્ષીય વૃદ્ધાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી.

કોરોનાનો કુલ આંકડો 392 પહોંચ્યો, 71 એક્ટિવ કેસો

ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 392 પર પહોંચ્યો છે. જેમાંથી 321 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે 24 એપ્રિલે 71 જેટલા દર્દીઓ એક્ટિવ કેસો સારવાર હેઠળ છે. આજરોજ કોરોનાનાં કારણે 70 વર્ષીય વૃદ્ધનું મોત થતા કુલ મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો: ડાંગ જિલ્લા પ્રમુખ મંગળ ગાવીતે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનાં સગાની લીધી મુલાકાત

ડાંગ જિલ્લાનાં શિક્ષક મહાસંઘનાં ઉપાધ્યક્ષનું કોરોનાના કારણે મોત

આજરોજ ડાંગ જિલ્લાનાં શિક્ષક મહાસંઘનાં ઉપાધ્યક્ષ અને યુવાન શિક્ષક એવા ઉર્વીશ સોલંકીનું કોરોનાના કારણે નિધન થતા ડાંગ પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઈ છે. જ્યારે બીજા કેસમાં સાપુતારા વૈભવી પેટ્રોલ પંપનાં માલિક અને સાપુતારામાં સેવાભાવી વ્યક્તિમાં દરજ્જો મેળવનારા હેતલભાઈ ગરાસીયાનું પણ આજરોજ કોરોનાનાં પગલે બારડોલીમાં નિધન થતા સાપુતારાવાસીઓએ શોક વ્યક્ત કર્યો હતો. હર-હંમેશા આદિવાસી પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા અને સેવાકીય પ્રવૃત્તિમાં સૌથી આગળ રહેનારા હેતલભાઈ ગરાસીયા કોરોનાના લીધે પ્રભુમાં આકસ્મિક લિન થતા સૌ કોઈએ શ્રદ્ઘાંજલિ અર્પી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.