ETV Bharat / state

ડાંગના વઘઇમાં કોરોનાના ફરી 2 પોઝિટિવ કેસ, જિલ્લા વહીવટી તંત્ર થયું દોડતું

ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનાં કુલ 10 કેસ નોધાયેલ છે. જેમાં 05 કેસ રિકવર થઇ ગયા છે. જ્યારે 05 કેસ હાલ કોવિડ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે. જ્યારે મંગળવારે મોડી રાત્રીએ વધઇ તાલુકામાં બે મહિલાઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.

Dang
ડાંગ
author img

By

Published : Jul 15, 2020, 12:00 PM IST

Updated : Jul 15, 2020, 12:56 PM IST

ડાંગ જિલ્લામાં નવા 2 કોરોના પોઝિટિવ કેસ આવ્યા

કોરોનાના કેસ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું

નવા આવેલ 02 કોરોના દર્દી કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ

ડાંગ: પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં અગાઉ એપ્રિલ મહિનામાં ત્રણ યુવતીઓનાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જે બાદ મે મહિનાની 28 તારીખ સુધી ડાંગ જિલ્લામાં એક પણ કોરોનાના પોઝિટિવ કેસ સામે ન આવતા જિલ્લા કલેક્ટર દ્વારા ડાંગને કોરોનામુક્ત જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ જૂન મહિનામાં ફરીથી 2 મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ડાંગ જિલ્લો ગ્રીન ઝોનમાંથી ઓરેન્જ ઝોનમાં ધકેલાયો હતો.

ડાંગમા એક મહિના સુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોધાયો નહોતો. જે બાદ જુલાઈ મહિનાની 8મી તારીખે વઘઇ તાલુકાનાં ત્રણ ઇસમોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આ ત્રણેય દર્દીઓ હાલમાં કોવિડ કેર હોસ્પિટલ આહવા ખાતે સારવાર લઈ રહ્યાં છે, ત્યારે મંગળવારે ફરીથી વઘઇ તાલુકાનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર વઘઇ ખાતે નર્સ તરીકે ફરજ બજાવતી નયનાબેન સુરેશભાઇ ગાયકવાડ તેમજ સરલાબેન મનુભાઈ પવારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મોડી રાત્રીએ જિલ્લા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી.

ડાંગ જિલ્લામાં ફરી કોરોનાના નવા 2 કેસ નોંધાતા ભયનો માહોલ સર્જાયો હતો. ડાંગ જિલ્લામાં નોંધાયેલ કુલ કોરોનાનાં 10 કેસોમાંથી હાલમાં 05 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે જુલાઈ મહિનાની 8મી તારીખે નોંધાયેલ 03 દર્દીઓ આહવા કોવિડ કેર સેન્ટરમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે મંગળવારે મોડી રાત્રીએ નોંધાયેલ કોરોના પોઝિટિવ 02 દર્દીઓને આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. હાલ જિલ્લામાં કુલ 05 કેસો કોવિડ કેર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Last Updated : Jul 15, 2020, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.