- ડાંગ જિલ્લામાં 14 પોઝિટિવ કેસ નોંધાયા
- કુલ દર્દીઓની સંખ્યા 473 કેસ
- આજે 12 દર્દીઓને રજા અપાઈ, એક્ટિવ કેસ 118
ડાંગઃ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળતી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 473 કેસ નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 355 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 118 કેસ એક્ટિવ છે. એક્ટિવ કેસ પૈકી 13 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમાં, 5 દર્દીઓ ડિસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (સરકારી આયુર્વેદિક હોસ્પિટલ) ખાતે, 7 દર્દીઓ કોવિડ કેર સેન્ટર (ટ્રાયબલ ગર્લ્સ હોસ્ટેલ) ખાતે અને 93 દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.
જિલ્લામાં 1027 વ્યક્તિઓ હોમ કોરેન્ટાઇન, 97 કન્ટેમમેન્ટ ઝોન જાહેર
કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 1027 વ્યક્તિઓને હોમ કોરેન્ટાઈન કરાયા છે. જ્યારે 8631 વ્યક્તિઓના હોમ કોરેન્ટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામા આજની તારીખે કુલ 97 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 347 ઘરોને આવરી લઈ 1457 વ્યક્તિઓને કોરેન્ટાઈન કરાયા છે.
કુલ 285 સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યાં
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે ગુરુવારે જિલ્લાભરમાંથી 100 RT-PCR અને 175 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 285 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 100 RT-PCR ના રિપોર્ટ પેન્ડિંગ છે. જિલ્લામા આજદિન સુધી કુલ 45,207 સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યાં છે.
33,816 લોકોને અત્યાર સુધી વેક્સિન આપવામાં આવી
વેકસીનેશનની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી 2097 (84 ટકા) હેલ્થ કેર વર્કરો, 4604 (93 ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને 27115 (45+) 47 ટકા નાગરિકો મળી કુલ 33,816 લોકોને વેક્સીન આપી દેવામા આવી છે. આજે આવેલા પોઝેટિવ કેસોની વિગતો જોઈએ તો સાપુતારા ખાતે 4, આહવા 2, શામગહાન 2, તથા વઘઇ, નિમબારપાડા, ભૂરાપાણી, હનવતચોન્ડ, સરવર, અને ગાઢવી ગામે એક-એક કેસ નોંધાયા છે.