ETV Bharat / state

કોરોના સામેની લડાઈ સમગ્ર દેશની લડાઈ છે : દમણ પોલીસ વડા - જીવલેણ કોરોના

કોરોના વાઈરસ સામેની લડાઈ કોઈ એક ડિપાર્ટમેન્ટની કે સમાજની નહીં, પરંતુ સમગ્ર દેશની જનતાની લડાઈ છે. જેમાં દમણની જનતા તરફથી ખૂબ સારો સહયોગ મળતો હોવાનું દમણ પોલીસ વડા વિક્રમજીત સિંઘે જણાવ્યું હતું.

A
કોરોના સામેની લડાઈ સમગ્ર દેશની લડાઈ છે : SP દમણ
author img

By

Published : Mar 29, 2020, 9:52 AM IST

દમણ : કોરોના મહામારી સામે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યા બાદ દમણમાં પોલીસ દ્વારા ઘર બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરનારા 1675 વાહન ચાલકોનું ચલણ કાપી 100 જેટલા વાહનો ડિટેઇન કર્યા હોવાની વિગતો દમણ પોલીસ વડા વિક્રમજીત સિંઘે આપી હતી.

જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈ કોઈ એક ડિપાર્ટમેન્ટની કે સમાજની નથી. આ લડાઈ પુરા દેશની લડાઈ છે. જેમાં લોકડાઉન અકસીર ઉપાય હોય દમણમાં લોકોનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે.

કોરોના સામેની લડાઈ સમગ્ર દેશની લડાઈ છે : દમણ પોલીસ વડા
જિલ્લા પોલીસ વડાએ એમ પણ જણાવ્યું હતું કે, લોકોના સહકારથી દમણ, દાદરા નગર હવેલી અને દીવમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો નથી. એટલે લોકો લોકડાઉનનું પાલન કરે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે પણ દરરોજ નીકળવાની બદલે એકાંતરે નીકળે અને તે પણ નજીકની દુકાનો પરથી ચાલીને જઈને ખરીદી કરે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.