ETV Bharat / state

Independence Day 2023: સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વાપી ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ધન્ય ધરા વલસાડી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન - Independence Day under chairmanship

દેશના 77 માં સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પુરુષ અધ્યાપન મંદિર, વાપી ખાતે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ધન્ય ધરા વલસાડ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાનએ વલસાડના પ્રસિદ્ધ યાત્રાધામ બગવાડાના વિકાસ માટે રૂપિયા ત્રણ કરોડ સહિત રૂપિયા 138 કરોડના 18 વિકાસકામોની ભેટ ધરી હતી.

Independence Day 2023:
Independence Day 2023:
author img

By

Published : Aug 15, 2023, 8:01 AM IST

સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ વાપી ખાતે મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં ધન્ય ધરા વલસાડી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન

વાપી: વલસાડમાં 77 મા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે સોમવારે સાંજે વાપીમાં મુખ્યપ્રધાનની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે બગવાડાના ઐતિહાસિક વારસો ધરાવતા 11 મંદિરો, ઉમરસાડી દરિયા કિનારે બીચને વિકસાવવાની જાહેરાત કરી હતી. સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીએ વાપી ખાતે સમાજમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહાનુભાવોને શાલ ઓઢાડી સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કર્યા હતા.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી: વાપી પુરૂષ અધ્યાપન મંદિર ખાતે તૈયાર કરેલ ભવ્ય ડૉમમાં સોમવારે સાંજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે ધરમપુર,પારડી અને ઉમરગામ પાલિકામાં અંડર ગ્રાઉન્ડ કેલબિલંગના પ્રોજેકટ પૂર્ણ તરફ છે. ઉમરગામનાના વલવાડા ખાતે રૂપિયા 48.34 કરોડના ખર્ચે બ્રીજ, ધમડાચી ખાતે રૂપિયા 24 કરોડના ખર્ચે અંડરપાસ તેમજ વલસાડ, પારડી અને વાપીમાં રૂપિયા 11.75 કરોડના ખર્ચે કુલ 06 સ્થળોએ ફુટ ઓવરબ્રિજનું નિર્માણ કરાશે.

"સીએમ તરીકે આવવાની તક મળી છે મારી જાતને ભાગ્યશાળી ગણું છે. વલસાડની હાફુસ કેરી, ચીકુ, સાગ આજે પણ યાદ છે. બગવાડાના પૌરાણિક 11 મંદિરના જીર્ણોદ્ધાર માટે 3.70 કરોડ, ઉમરસાડી દરિયા કિનારે બીચ માટે 15 કરોડની પ્રવાસન વિકાસ બોર્ડ દ્વારા ફાળવણી કરવાની જાહેરાત કરી હતી. દોઢ દાયકા પહેલા તરીકે નરેન્દ્ર મોદીજી વલસાડ જિલ્લામાં તારીખ 26 જાન્યુઆરી હાજરી આપી હતી, આજે મને તક મળી છે-- (મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ)

લોકોનું સન્માન કર્યું હતું: દેશના 77મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ પુરુષ અધ્યાપન મંદિર, વાપી ખાતે આયોજિત ધન્ય ધારા વલસાડ સાંસ્કૃતિક કાર્યક્રમને માણતા પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રૂપિયા 138 કરોડના 18 વિકાસકામોની ભેટ ધરી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાં વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ, પર્યાવરણ, આરોગ્ય ક્ષેત્રે સામાજિક કામગીરી કરનારા લોકોનું સન્માન કર્યું હતું.

વિકાસની ગાથા રજૂ: સાંસ્કૃતિક કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના ઇતિહાસ થી લઈને હાલમાં ઔદ્યોગિક ક્ષેત્રે કરેલા હરણફાળ વિકાસ ગાથા રજૂ કરાઈ હતી. વલસાડમાં જોવા લાયક તીર્થ સ્થાનો, પ્રવાસન સ્થળો, કેરી, ચીકુ, આદિવાસી સમાજની જીવનશૈલી, પારસી જેવા વિવિધ સમાજનું યોગદાન, આઝાદીની લડતમાં, ગાંધીજીના મીઠાના સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વાતંત્ર્ય સેનાનીઓની વિરગાથા સહિત વિવિધ સાંસ્કૃતિક નૃત્યો, ગીત સંગીત, નાટક રજૂ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વલસાડ જિલ્લાના નગરજનોએ ઉત્સાહભેર કાર્યક્રમ માણ્યો હતો.

  1. 77th Independence Day 2023 Live: PM મોદીએ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયું
  2. Independence Day 2023: જાણો ક્યાં કારણોસર 15મી ઓગસ્ટ 1947ના ભુજમાં ત્રિરંગો અને કચ્છ રાજ્યનો એમ બે ધ્વજ ફરકાવાયા હતા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.