વાપી: વલસાડ જિલ્લામાં સોમવારે રક્ષાબંધનના પર્વ પર કોરોનાના માત્ર 3 દર્દીઓ જ પોઝિટિવ નોંધાયા છે. 6 દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે.
જિલ્લામાં કુલ 688 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 203 દર્દીઓ સારવાર હેઠળ છે. 410 દર્દીઓ સાજા થયા છે, જિલ્લામાં અત્યાર સુધીમાં વધુ એક મોત સાથે કુલ 78 દર્દીઓના મોત થયા છે.
વલસાડ, દમણ અને સેલવાસ મળી 63 દર્દીઓએ કોરોનાને આપી મ્હાત, 33 નવા પોઝિટિવ, 1નું મોત - દમણમાં કોરોનાના મામલા
રક્ષાબંધનના પર્વ પર કોરોના પોઝિટિવ દર્દીઓમાં રાહતના સમાચાર આવ્યા છે. 3 ઓગસ્ટે વલસાડ, દમણ અને સેલવાસ મળી 63 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે. 33 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1નું મોત થયું છે.
દમણમાં કોરોનાના કેસ