દમણના દરિયા કિનારો વર્ષોથી ગુજરાત મહારાષ્ટ્રના પ્રવાસીઓને આકર્ષતો આવ્યો છે. જેમાં હાલમાં પ્રવાસન્ન ક્ષેત્રે દમણને વિશ્વવિખ્યાત કરવાની નેમ પ્રવાસન વિભાગ અને પ્રશાસને સેવી છે. જે અંતર્ગત દમણમાં બીચના વિકાસ સાથે પ્રવાસીઓ માટે નવી મનોરંજક સુવિધાઓ ઉભી કરી છે. દમણના મોટી દમણ લાઈટ હાઉસ ખાતે હાલમાં જ ગોવાની તર્જ પર બીચ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો શુભારંભ કરવામાં આવ્યો છે.
દમણમાં વોટર સ્પૉર્ટ્સ એક્ટિવિટી બની પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર લાઈટ હાઉસ પર શરૂ કરવામાં આવેલી આ બીચ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો હાલ દિવાળી-નવા વર્ષના મિનિવેકેશનમાં દમણ પ્રવાસે આવેલા પ્રવાસીઓ ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. નાના બાળકોથી લઈને મોટેરાઓ અહીં સ્પીડ બોટ રાઈડ, બીચ પેરાસેલિંગ, બનાના રાઈડ, સ્કૂટર રાઈડની મોજ માણી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, દમણના બીચ સ્પોર્ટ્સનો પ્રશાસને કરેલા શુભારંભ બાદ હાલના દિવાળી-નવા વર્ષના મીની વેકેશનમાં 10 થી 12 હજાર પ્રવાસીઓએ દમણની મુલાકાત લીધી છે. પરંતુ, આ આયોજન જો કાયમી રહેશે તો જ દમણ વિશ્વકક્ષાએ પ્રવાસન્નનો ડંકો વગાડી શકશે બાકી ગુજરાતના શરાબ શોખીનો માટે તો દમણ ફ્રી આલ્કોહોલિક પ્રદેશ તરીકે પ્રખ્યાત છે અને ગુજરાતના પ્રવાસીઓ તો અહીં આવતા જ રહેશે.