વાપીઃ કોરોના મહામારીને કારણે એક માહિનાથી દેશમાં ચાલી રહેલા લોકડાઉનમાં વાપી પોલીસે પણ ચુસ્ત અમલ કરાવી પોતાનો કઠોર ચહેરો બતાવ્યો છે. આ જ પોલીસ જવાનો પોતાના કઠોર ચહેરાની પાછળ છુપાવેલી સંવેદના પણ બતાવી રહ્યા છે અને જે વિસ્તારમાં વૃદ્ધ વડીલો રહે છે તેને ઘરે જઈ તેની ખબર-અંતર પૂછી જરૂરી મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 120 જેટલા વડીલોની ખબર અંતર પુછીને મદદ કરવામાં આવી છે.
વાપી પોલીસની અનોખી સેવા, વરિષ્ઠ નાગરિકોના ખબર-અંતર પૂછી કરે છે મદદ વાપીમાં લોકડાઉન દરમિયાન લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે 188 અને 144 મુજબ ગુનો નોંધી પોલીસે પોતાનો કઠોર ચહેરો બતાવ્યો છે. એવી જ રીતે પોલીસે સંવેદનશીલ બની એક મહિનામાં 120 જેટલા વૃદ્ધોને તેમના નિવાસસ્થાને પહોંચી ખબર અંતર પૂછી જરૂરી સેવા પુરી પાડી છે.
વાપી ટાઉન પોલીસની આ દરિયાદીલી દરમિયાન એક વૃદ્ધ વડીલને દવાની જરૂર હતી તો તે માટે વાપીથી દમણના કચિગામમાં તેને દવા પહોંચાડી દેવદૂતની ભૂમિકા પણ નિભાવી છે.
વાપી પોલીસની અનોખી સેવા, વરિષ્ઠ નાગરિકોના ખબર-અંતર પૂછી કરે છે મદદ આમ પોલીસ ક્યાંક કઠોર બની કામલે છે તો ક્યાંય દરીયાદિલ બની મદદરૂપ થઇ રહી છે. પોલીસના આ બદલાતા ચહેરા હાલના કોરોના મહામારીમાં ખરા અર્થમાં પ્રથમ હરોળના યોદ્ધા તરીકે જોવા મળ્યા છે.